Fire Incident in AMNS Company : દેશભર અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સુરત જિલ્લાના હજીરામાં આવેલી AMNS કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાય હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા, જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આગ દુર્ઘટનામાં 4 મજૂરોનો મોત
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના હજીરામાં મોડી સાંજે AMNS કંપનીના કોરેક્સ – 2 પ્લાન્ટમાં એક ચિમનીમાં ભીષણ આગ લાગી હતી.