Suicide In Keshod: કેશોદમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. ચર ગામમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેરી દવા પીધી હતી. જેમાં માતા અને પુત્રીના મોત નિપજ્યા છે, જ્યારે પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કેશોદના ચર ગામમાં આજે (પાંચમી ઓક્ટોબર) એક જ પરિવારના ત્રણ લોકો ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માતાનું અને પુત્રીનું હોસ્પિટલમાં સારવાદ દરમિયાન મોત થયું છે. જ્યારે પુત્ર હાલ સારવાર હેઠળ છે. ઘટનાના પગલે મહિલા અને તેની પુત્રીના પોસ્ટમાર્ટમ સહિતની કાર્યવાહી હાલ હાથ ધરી છે. તેમજ આત્મહત્યાના પ્રયાસ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.