– પરિવારજનોએ સગાઈ કરવાની ના પાડતા યુવતીએ પ્રેમસબંધ તોડી નાંખ્યો હતો
– સાડા પાંચ વર્ષ પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના શખ્સે યુવતીને ગળા અને હાથના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, મહુવા કોર્ટે રોકડ રકમનો દંડ પણ ફટકાર્યો
ભાવનગર : મહુવા પંથકમાં સાડા પાંચ વર્ષ પૂર્વે યુવતીએ પ્રેમસબંધ તોડી નાંખ્યાની દાઝમાં ગીર સોમનાથ જિલ્લાના શખ્સે છરીના ઘા ઝીંકી યુવતીને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવમાં મહુવા કોર્ટે શખ્સને ત્રણ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતો પરેશ પીઠાભાઈ ભજગોતર (ઉ.