21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજન'ઘણી વસ્તુઓ પ્લાનિંગ...' અર્જુન સાથે બ્રેકઅપ બાદ મલાઈકાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ

'ઘણી વસ્તુઓ પ્લાનિંગ…' અર્જુન સાથે બ્રેકઅપ બાદ મલાઈકાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ


બોલીવુડ એક્ટર અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ અંગે ખુલીને વાત કરી છે. બંને સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ્સ શેર કરી રહ્યાં છે. આ પોસ્ટ્સમાં મલાઈકા તેના જીવન અને પ્રેમ વિશે વાત કરતી જોવા મળે છે.

મલાઈકાની તાજેતરની પોસ્ટમાં, તેણે જીવનને લઈને તેના સકારાત્મક દૃષ્ટિકોણ વિશે વાત કરી છે. મલાઈકા અરોરાએ કહ્યું કે જીવનમાં ઘણી બધી વસ્તુઓ પ્લાનિંગ વગર થાય છે. પરંતુ એક્ટ્રેસના મતે, તે વસ્તુઓ ખૂબ જ ખાસ અને સુંદર છે.

મલાઈકા અરોરાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ

પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્વોટ શેર કરતી વખતે મલાઈકાએ લખ્યું છે કે ‘વધુ પ્લાનિંગ ન કરો. તમે તમારા જીવન માટે ઘણી યોજનાઓ બનાવો છો. હંમેશા યાદ રાખો કે તમારા જીવનની કેટલીક સુંદર ક્ષણો વાસ્તવમાં પ્લાનિંગ વિના જ બને છે. તેની પર્સનલ લાઈફમાં કેટલીક દુ:ખદ ઘટનાઓને અવગણીને, મલાઈકા તેના જીવનમાં ખુશીઓ સાથે આગળ વધવાનું વિચારી રહી છે.

અર્જુને બ્રેકઅપ વિશે કહી આ વાત

થોડા સમય પહેલા એક ઈવેન્ટમાં અર્જુને કહ્યું હતું કે ‘હું બધાને કહી દઉં કે અત્યારે હું સિંગલ છું અને કોઈ રિલેશનશિપમાં નથી.’ અર્જુન અને મલાઈકાએ થોડા વર્ષો પહેલા જ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. જે બાદ હવે નક્કી થઈ ગયું છે કે બંને હવે સાથે નથી. અર્જુન અને મલાઈકા બંનેના બ્રેકઅપનું કારણ હાલ સ્પષ્ટ નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય