23.2 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.2 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસLPGથી માંડી મોબાઈલ મેસેજ સુધી... પહેલી નવેમ્બરથી બદલાશે 8 નિયમ, દરેકના ખિસ્સા...

LPGથી માંડી મોબાઈલ મેસેજ સુધી… પહેલી નવેમ્બરથી બદલાશે 8 નિયમ, દરેકના ખિસ્સા પર થશે અસર! | Major Rule Changes in India Starting November: LPG Prices Credit Card Charges Mutual Funds & More



Rule Change in November :  ઑક્ટોબર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે નવેમ્બરના પ્રથમ દિવસથી અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો, ક્રેડિટ કાર્ડના નિયમો, મ્યુચ્યુઅલ ફંડના નિયમો સહિતમાં ફેરફારનો સમાવેશ થાય છે. જાણીએ કે નવેમ્બરમાં કયા ફેરફારો થશે.

એલપીજી સિલિન્ડરની કિંમત 

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. 1 નવેમ્બરના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે, ખાસ કરીને 14 કિલોના ઘરેલુ સિલિન્ડર માટે, જેની કિંમત લાંબા સમયથી સ્થિર છે. તેમજ તાજેતરના મહિનાઓમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો સતત વધી રહી છે.

આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગની ચમક ઘટી, સુરતના વેપારીઓએ બોનસમાં ફ્લેટ-કાર નહીં પણ એરફ્રાયરમાં પતાવ્યું

SBI ક્રેડિટ કાર્ડ નિયમો

સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા (SBI) એ 1 નવેમ્બરથી તેના ક્રેડિટ કાર્ડ્સ પર નવી ફી લાગુ કરવાની જાહેરાત કરી છે. તે પ્રમાણે અનસિક્યોર્ડ SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75% ફાઇનાન્સ ચાર્જ અને વીજળી, પાણી અને ગેસ જેવી ઉપયોગિતા સેવાઓ માટે રૂ. 50,000 થી વધુની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ લાગશે.

ATF અને CNG-PNG ની કિંમત

પહેલી નવેમ્બરથી એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવ પણ બદલાઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ઘટાડો થયો છે અને આ વખતે પણ ઘટાડો થવાની ધારણા છે.

મની ટ્રાન્સફરના નિયમો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફરના નવા નિયમો જાહેર કર્યા છે, જે પહેલી નવેમ્બરથી લાગુ થશે. આ નિયમોનું ઉદ્દેશ્ય છેતરપિંડી અને બેંકિંગ ચેનલોના દુરૂપયોગને રોકવાનું છે. 

આ પણ વાંચોઃ આ દિવાળીએ સોના-ચાંદીની ખરીદી 30 ટકા સુધી ઘટી, અંદાજ કરતાં ઘરાકી અડધી રહી

મ્યુચ્યુઅલ ફંડના નિયમો

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમો હેઠળ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ નોમિનીના 15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણ અધિકારીને કરવી પડશે.

ટ્રેન ટિકિટ રિઝર્વેશન

ભારતીય રેલ્વે દ્વારા ટ્રેન ટિકિટ એડવાન્સ રિઝર્વેશનના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. પહેલી નવેમ્બરથી રિઝર્વેશન પિરિયડ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવશે. આ સુધારાનો ઉદ્દેશ્ય ટિકિટ ખરીદી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને મુસાફરોની સુવિધા જાળવી રાખવાનો છે.

ટ્રાઈના નવા નિયમો

ટેલિકોમ સેક્ટરમાં 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેમાં ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબર બ્લોક કરવાની સૂચના આપવામાં આવી છે. જે યુઝરને સુરક્ષિત અને વિશ્વસનીય સેવા આપશે.

બેન્ક હોલિડે

નવેમ્બરમાં વિવિધ તહેવારો અને વિધાનસભાની ચૂંટણીઓને કારણે બૅન્ક 13 દિવસ બંધ રહેશે. જો કે, તમે આ રજાઓ દરમિયાન પણ ઓનલાઇન બૅંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો, જે 24×7 ઉપલબ્ધ રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય