Mallikarjun Kharge: કોંગ્રેસ દ્વારા શુક્રવારે પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બે નવા મહાસચિવો અને નવ રાજ્ય પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પાર્ટીએ મહાસચિવ તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને રાજ્યસભાના સભ્ય નાસિર હુસૈનની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય વિવિધ રાજ્યોના પ્રભારી તરીકે રજની પાટિલ, બી.કે હરિપ્રસાદ, મીનાક્ષી નટરાજન સહિત નવ નેતાઓને નિયુક્ત કરાયા છે.