મહેસાણા ગ્રામ્ય મામતલદાર કચેરી ખાતે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાશન કાર્ડમાં નામમાં ફેરફાર, સરનામામાં ફેરફાર, નામ કમી કરાવવા તેમજ પરિવારના અન્ય સભ્યોનો રાશન કાર્ડમાં ઉમેરો કરાવવા માટે મહેસાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારના રહીશોની મામલતદાર કચેરી લાંબી લાઈનો લાગી છે. અરજદારોને ન્યાય આપવા માટે અને તેમની ફરિયાદોનો નિકાલ કરવા માટે મામતદાર કચેરીના કર્મચારીઓ પરેશાનીનો ભોગ બની રહ્યા છે.
આ ઉપરાંત, મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસીની કામગીરી માટે પણ અરજદારો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. ઈ-કેવાયસી માટે ગ્રામીણ રહીશોની લાંબી લાઈનો લાગે છે.
સરકારી કામકાજ માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યાં છે. જેના કારણે ગ્રામીણ રહીશો સમસ્યાગ્રસ્ત છે. અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીરમાં મહેસાણા માલતદાર કચેરી ખાતે ગ્રામીણ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેમાં મહિલાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.