30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: બે પડોશીઓ વચ્ચેના જીવલેણ જંગમાં ફાયરિંગ, એકનું મોત

Mahesana: બે પડોશીઓ વચ્ચેના જીવલેણ જંગમાં ફાયરિંગ, એકનું મોત


મહેસાણામાં દિવાળીનો તહેવાર નવા વર્ષના પ્રારંભે જ લોહિયાળ બન્યો હતો. જેમાં વાઇડ એન્ગલ પાછળ આવેલ અભિનવ બંગ્લોઝમાં રહેતા બે સામા પડોશીઓ વચ્ચે ફ્ટાકડા ફેડવાની બાબતે સામ સામે જીવલેણ હુમલો કરાયો હતો. હુમલામાં એક વૃદ્ધ દ્વારા રિવોલ્વરથી ફાયરિંગ કરાતા નિવૃત ફેરેસ્ટ અધિકારી અને તેમના પુત્રને ગોળી વાગતા ઇજાઓ પહોંચી હતી. જ્યારે સામે પક્ષે પણ પતિ પત્ની અને બે પુત્રોએ વૃદ્ધની પત્નીને પાઇપો વડે મારતા આધેડ મહિલાનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બન્ને પક્ષે કુલ પાંચ વિરુદ્ધ ગુનો નોંધી 3 લોકોની ધરપકડ સાથે ફાયરિંગ કરાયેલ રિવોલ્વર સહિત 2 હથિયાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. મહેસાણા જિલ્લામાં દિવાળીના તહેવાર પર નવા વર્ષની શરૂઆતમાં જ ઠેર ઠેર કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કરતી ઘટનાઓ સામે આવી હતી. જેમાં મહેસાણા ખાતે વાઇડ એન્ગલ પાછળ આવેલ અભિનવ બંગ્લોઝમાં મકાન નંબર-99માં રહેતા ભગિરથસિંહ ઉમેદસિંહ રાણા અને તેમની પત્ની સુધાબેન બંને જણા બેસતા વર્ષની મોડી સાંજે ઘર આંગણે ફ્ટાકડાં ફેડી રહ્યા હતા. જે દરમિયાન તેમની સામે આવેલ મકાન નં. 102માં રહેતા નિવૃત ફેરેસ્ટ અધિકારી બંકેશભાઈ નાયક અને તેમનો પુત્ર બન્ને જણા ત્યાં આવી વૃદ્ધને ફ્ટાકડા દૂર જઈને ફેડો ઘરમાં નાના બાળકો રોવે છે તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. ભારે બોલાચાલી થતા ભગિરથસિંહ પોતાના મકાનમાંથી રિવોલ્વર લઈ આવી હવામાં ફાયરિંગ કરવા લાગેલ હતા.

જ્યારે સામે પક્ષે બંકેશભાઈ અને તેમના બે પુત્ર દેવલ અને આદિત્ય તેમજ તેની પત્ની ગીતાબેન ચારે જણા એક સાથે મળી પાઇપો લઈ મારામારી કરવા આવતા ભગીરથસિંહની પત્ની સુધાબેન વચ્ચે છોડાવવા આવ્યા હતા. જેમાં તેમને પાઇપ વાગતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ભગીરથસિંહે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા બંકેશભાઈ અને તેમના પુત્ર આદિત્યને ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવને લઈ સોસાયટીમાં સર્જાયેલ તંગદિલી ભર્યા માહોલ વચ્ચે પોલીસ ઘટના સ્થળે દોડી આવતા મામલો શાંત પડયો હતો. જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ મહેસાણા બી.ડિવિઝન પોલીસે ભગિરથસિંહ રાણાની ફરિયાદ આધારે બંકેશ વસંતલાલ નાયક, દેવલ બંકેશ નાયક, આદિત્ય બંકેશ નાયક અને ગીતાબેન બંકેશ નાયક તેમજ સામે પક્ષે આદિત્ય નાયકની ફરિયાદ આધારે ભગીરથસિંહ ઉમેદસિંહ રાણા સહિત બન્ને પક્ષે મૂળ 5 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

1 લાઈસન્સ વગરની મળી કુલ 2 રિવોલ્વર ઝડપાઇ

મહેસાણા બી.ડિવિઝન પોલીસની આ ગુનાની તપાસ કરતા ટીમ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે બનાવ સમયે જ ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત પૂરો પાડયો હતો. જ્યારે ફાયરિંગના બનાવ અંગે ભગીરથસિંહ રાણાની પાસેથી એક લાયસન્સ વાળી અને એક લાયસન્સ વગરની મળી કુલ 2 રિવોલ્વર મળી આવી હતી. પોલીસે બન્ને રિવોલ્વર જપ્ત કરી ભગીરથસિંહની ધરપકડ કરી હતી.

હુમલો કરતાં મહિલાનું મોત, ફાયરિંગમાં બેને ગોળી વાગી

બન્ને પક્ષે જીવલેણ હુમલામાં એક આધેડ વયની મહિલાની હત્યા અને બીજી બાજુ 2 લોકો પર ઘાતકી ફાયરિંગ કરાયું હતું. જેમાં હત્યાના ગુનામાં બંકેશ વસંતલાલ નાયક અને તેમની પત્ની ગીતાબેન બંકેશ નાયક તેમજ સામે પક્ષે ફાયરિંગ કરનાર ભગીરથસિંહ ઉમેદસિંહ રાણાની પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેય આરોપીઓને સબજેલમાં મોકલી આપ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય