મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આ પહેલા જે ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવાના છે તેમને બોલાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી નીતિશ રાણે, પંકજા મુંડે અને ગિરીશ મહાજન જેવા ધારાસભ્યોને ભાજપના ફોન આવ્યા છે. શિવસેના અને એનસીપીના ધારાસભ્યોને પણ મંત્રી બનવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્યોને ફોન આવ્યા છે તેઓને હવે પુષ્ટિ મળી છે કે તેઓ ફડણવીસ કેબિનેટનો હિસ્સો હશે.
ફડણવીસ કેબિનેટનો શપથ ગ્રહણ આજે સાંજે 4 વાગ્યે થવાનો છે. આ માટે નાગપુરમાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે અને બાકીની તૈયારીઓ ચાલી રહી છે. મહાગઠબંધનમાં સામેલ ભાજપ, શિવસેના અને એનસીપીના ક્વોટામાંથી 35 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા છે. ભાજપના ક્વોટામાંથી 20 ધારાસભ્યો મંત્રી બનશે જેમાં પાર્ટી કેટલીક બેઠકો ખાલી રાખી શકે છે. જ્યારે શિવસેનાના 13 અને NCPના 10 ધારાસભ્યોને મંત્રી બનવાની તક મળશે.
અત્યાર સુધી આ લોકોને આવ્યા ફોન
- નિતેશ રાણે
- પંકજા મુંડે
- ગિરીશ મહાજન
- શિવેન્દ્ર રાજે
- દેવેન્દ્ર ભુયાર
- મેઘના બોર્ડીકર
- જયકુમાર રાવલ
- મંગલ પ્રભાત લોઢા
શિવસેનાના ક્વોટામાંથી 13 ધારાસભ્યો મંત્રી બનશે
કહેવાય છે કે શિવસેનાના ક્વોટામાંથી 13 ધારાસભ્યો ફડણવીસ કેબિનેટમાં મંત્રી બનવા જઈ રહ્યા છે. જોકે, ગૃહ મંત્રાલયને લઈને હજુ સુધી કંઇ સ્પષ્ટતા નથી થઇ.
એકનાથ શિંદેએ આ પાંચ ધારાસભ્યોને જવાબદારી સોંપી
- ઉદય સામંત, કોંકણ
- શંભુરાજે દેસાઈ, પશ્ચિમ મહારાષ્ટ્ર
- ગુલાબરાવ પાટીલ, ઉત્તર મહારાષ્ટ્ર
- દાદા ભુસે, ઉત્તર મહારાષ્ટ્ર
- સંજય રાઠોડ, વિદર્ભ
ટીમ શિંદેમાં આ નામ નવા
- સંજય શિરસાટ, મરાઠવાડા
- ભરતશેઠ ગોગાવલે, રાયગઢ
- પ્રકાશ અબિટકર, પશ્ચિમ મહારાષ્ટ્ર
- યોગેશ કદમ, કોંકણ
- આશિષ જયસ્વાલ, વિદર્ભ
- પ્રતાપ સરનાઈક, થાણે
આ ધારાસભ્યોનું કપાયુ પત્તુ
દીપક કેસરકર
તાનાજી સાવંત
અબ્દુલ સત્તાર