Liver Damage : શું તમે પણ જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો? જો તમે આવું કરો છો તો આ ખૂબ જ ખરાબ આદત છે, જે તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જમ્યા પછી સુઈ જવાથી લિવરની બિમારી થવાની શક્યતા
ખાસ કરીને જો તમારું લિવર કમજોર અથવા તમને લિવર સંબંધિત કોઈ બીમારી છે, તો જમ્યા પછી સૂવું તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આપણું યકૃત એક ફેક્ટરીની જેમ કામ કરે છે, ખોરાક પર પ્રક્રિયા કરે છે, ઝેરને ફિલ્ટર કરે છે. જે પણ લોકોને જમ્યા પછી સૂઈ જવાની આદત છે, તે ખૂબ જ ખરાબ છે. તેના કારણે આપણા શરીરમાં મોટું નુકસાન કરી શકે છે. લિવરની જાળવવી ખૂબ જ જરૂરી છે. જો લીવર સ્વસ્થ નહી હોય તો તમારું પાચનતંત્ર અને મેટાબોલિઝમ પણ નબળું પડી જશે.
આ પણ વાંચો : અનેક રીતે ગુણકારી છે ‘મીઠો લીમડો’, રોજ સવારે તેનું પાણી પીવાથી થશે અઢળક ફાયદા
ખાધા પછી સુવાથી છાતીમાં થાય છે બળતરા અને દુખાવો
ખાધા પછી સૂવાથી એસિડ રિફ્લક્સ એટલે કે GERD (ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ)નું જોખમ વધી જાય છે. આવામાં ખોરાક અને એસિડ પેટમાંથી ઉપર તરફ જાય છે, જેના કારણે છાતીમાં બળતરા અને દુખાવો થાય છે. આ સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના યકૃત પર પહેલેથી જ વધારે દબાણ હોય છે, જેમ કે ફેટી લીવર, હેપેટાઈટીસ અથવા બળતરાની સ્થિતિ.
જાણો કયા કારણોથી થાય છે લિવરની બિમારી
જમ્યા પછી તરત સૂઈ જવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જે પાચનતંત્રની કામગીરી પર ખરાબ અસર કરે છે, જેમાં પેટનું ફૂલવું તેમજ પેટમાં સતત ઝીણો દુખાવો થવો, જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી સૂવાથી આંતરડાની ચરબી પણ વધી શકે છે, જે આંતરિક અવયવો પર અસર કરે છે, અને સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક કહેવામાં આવે છે.
આ પણ વાંચો : ઉંમર માટેનું પાક્કું સર્ટિફિકેટ નથી આધાર કાર્ડ, સુપ્રીમ કોર્ટે કર્યું આપ્યો ચુકાદો
લિવરની બિમારીથી બચવા શું ધ્યાન રાખશો
ખાધા પછી ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી ઊંઘવુ જોઈએ નહીં. તેના બદલે આરામથી બેસો, હળવું ચાલવાનો રાખો. અથવા અન્ય કાર્યોમાં વ્યસ્ત રહો. હંમેશા થોડું ઓછું ખાઓ જેથી પેટને ખોરાક પચાવવા માટે જગ્યા મળે. ચરબીયુક્ત અને તળેલો ખોરાક લેવાનું ટાળો. અને તેમાં પણ જો ખાસ કરીને લીવરની સમસ્યા હોય. તો જમ્યા પછી તરત જ પાણી કે ચા-કોફી પીવાનું ટાળો. આ આદતોમાં સુધારો કરીને તમે તમારા લીવર અને પાચનતંત્રને સ્વસ્થ રાખી શકો છો. એક વાત બીજી ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, જમ્યા પછી તરત જ પાણી ન પીવું. એટલે કે જમ્યા પછી ઓછામાં ઓછા એક કલાક પછી જ ચા-કોફી પીવી.
આ એક સામાન્ય માહિતી છે. આપેલી માહિતીમાંથી કંઈપણ અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરુરી.