– હજીરા રોડ એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 પાસેથી એસએમસીએ કન્ટેનર પકડયુઃ દમણથી ભૈયાભાઇ નામના બુટલેગરે કન્ટેનર મોકલાવ્યું હતું
– ભૈયાના ઇશારે અગાઉ પલસાણા નજીક નાયરા પેટ્રોલ પંપ ઉપર બે વખત દારૂ ભરેલું કન્ટેનર પાર્ક કર્યાની ડ્રાઇવરની કબૂલાત
સુરત
દમણથી વાયા સુરત-હજીરા રો-રો ફેરીમાં ભાવનગર અને ત્યાંથી જૂનાગઢ હેરાફેરી કરવામાં આવી રહેલા રૂ. 26.63 લાખની મત્તાનો દારૂ ભરેલું કેન્ટેનર એસએમસીએ ઝડપી પાડી ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી છે. જયારે દારૂ મોકલાવનાર, મંગાવનાર અને ટ્રાન્સપોર્ટ સંચાલક સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે.