27 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 20, 2024
27 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 20, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતGujarat: આ શહેરમાં દારૂની પરમિટ માટે 25 હજાર, રિન્યુઅલ માટે 20 હજાર

Gujarat: આ શહેરમાં દારૂની પરમિટ માટે 25 હજાર, રિન્યુઅલ માટે 20 હજાર


ગુજરાતીઓ ખાણી-પીણી માટે જગતભરમાં જાણીતા છે. ગુજરાતમાં લિકર પરમિટ ધરાવતા શહેરીજનોનો ગ્રાફ તબક્કાવાર વધી રહ્યો છે. વર્તમાન સમયે 45000થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. નવી લિકર પરમિટ બનાવવા કે રિન્યુઅલ કરવા માટે નક્કી થયેલા ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. નવી પરમિટ મેળવવા હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ સ્થિત રોગી કલ્યાણ સમિતિને 25,000નો તો પરમિટ રિન્યૂ કરાવવા માટે 20,000 રૂપિયાનો ચાંદલો કરવો પડશે.

ગુજરાતમાં 45,000 લિકર પરમિટ ધારકો

ગુજરાતીઓના તહેવારની ઉજવણી દારૂ વિના અધૂરી રહે છે, ફિક્કી લાગે છે. તહેવારના દિવસોમાં લિકરની જબરદસ્ત ડિમાન્ડ રહેતી હોય બુટલેગરો પણ ચર્ચામાં રહે છે. લિકર પરમિટ મેળવવા કે પરમિટ રિન્યૂઅલ કરવાના ભાવોમાં નવી સિવિલ હોસ્પિટલ સ્થિત રોગી કલ્યાણ સમિતિ દ્વારા તોતિંગ વધારો કરાયો છે.

જેને પગલે સુરતીઓને દારૂનું સેવન કરવું મોંઘું થયું છે

રાજ્યમાં સ્વાસ્થ્ય કારણોસર દારૂ પીવા માટેની પરવાનગી મેળવનારા લોકોની કુલ સંખ્યા પ્રતિવર્ષ વધી રહી છે. આ સંખ્યા 45000ને વટાવી ચૂકી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. તો સંખ્યાબંધ લોકો નવી પરમિટ મેળવવા અરજી કરી ચૂક્યા છે.

આ અરજદારોએ હવે લિકર પરમિટ મેળવવા 150 ટકા રકમ વધુ ખર્ચવાનો વખત આવ્યો છે. સુરત શહેરમાં લિકરની પરમિટના ભાવ બાબતે સંકલનની બેઠકમાં પરમિટના ભાવોમાં વધારો જબરદસ્ત વધારો કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે નવી લિકર પરમિટ કઢાવવા અત્યાર સુધી લેવામાં આવતા 10,000 રૂપિયા વધારી 25,000 કરાયા હતા. અને તેના સિવાય ગેરકાયદેસર રીતે પણ અલગથી રૂપિયા ચૂકવવા પડે છે તો જ દારૂની પરમીટ મળતી હોય છે. એટલે જોવા જઈએ તો દારૂની પરમીટ મેળવવા 50 હજાર સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે તેવું દારૂની પરમીટ મેળવતા ધારકોનું કહેવું છે.

આ જ પ્રમાણે પરમિટ રિન્યુ કરાવવા માટે લેવામાં આવતા પાંચ હજાર રૂપિયામાં સીધો 15,000નો વધારો ઝીંકી 20,000 કરી દેવાયા છે. લિકર પરમિટના ભાવોમાં થયેલા વધારાની આ રકમ નવી સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા થશે. નવી લિકર પરમિટ એક વર્ષ માટે તો રિન્યુઅલ બે વર્ષ માટે કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય