28.7 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 8, 2025
28.7 C
Surat
મંગળવાર, જુલાઇ 8, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યLifestyle: આ ફુડ્સનું કરો સેવન, ઝડપથી મેટાબોલિઝમમાં થશે વધારો!

Lifestyle: આ ફુડ્સનું કરો સેવન, ઝડપથી મેટાબોલિઝમમાં થશે વધારો!


સવારે તમે શું ખાઓ છો તેમજ તમારા શરીરની કેલેરી કેટલી બર્ન થાય છે તે તમારો આખો દિવસ નક્કી કરે છે. તમારા નાસ્તામાં જો તમારે પાચનને ઝડપી બનાવું હોય તો ખોરાક પણ એવો ખાવો પડે છે.

સવારમાં સારો નાસ્તો ખાવાથી આખો દિવસ શરીર એક્ટિવ રહે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. પ્રોટીનયુક્ત આહાર ખાવા જરૂરી છે. તેમજ ફાઈબરયુકત ખોરાક માટે તમે ઓટ્સ ખાઈ શકો છો. દરરોજ સવારે તમારા ચયાપચયને વેગ આપી શકે તેવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મધ સાથે ગરમ લીંબુ પાણી

તમારા દિવસની શરૂઆત ગરમ પાણીથી કરો, લીંબુના રસનું એક ટીપું અને એક ચમચી મધ તમારા ચયાપચયને ઝડપી બનાવી શકે છે. લીંબુ લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે, અને મધ કુદરતી ઉર્જા પ્રદાન કરે છે, જે તમારા શરીરને સારી કેલરી બર્ન કરવા માટે તૈયાર કરે છે.

પલાળેલી બદામ

પલાળેલી બદામ પચવામાં સરળ હોય છે અને તેમાં પ્રોટીન અને સારું ફેટ હોય છે. ખાલી પેટે થોડી બદામ ખાવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને જે સ્વસ્થ ચયાપચયનની પ્રકિયા માટે જરૂરી છે.

ગ્રીક દહીં

ગ્રીક દહીં પ્રોટીનથી ભરપૂર  પ્રોબાયોટિક્સ છે,આંતરડાને સુધારવામાં મદદ કરે છે. તેમજ પાચન અને ચયાપચયને સુધારે છે. તે ભૂખને નિયંત્રિત કરે છે અને ઉર્જાને લેવલમાં રાખે છે.

ઓટ્સ

ઓટ્સ તમારા શરીરને ફાઇબર પૂરું પાડે છે, જે પાચનમાં મદદ કરે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તે બ્લડ સુગરને પણ લેવલમાં રાખવામાં મદદ કરે કરે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. સવારે વહેલા તેને પીવાથી તમારા ચયાપચયમાં વધારો થાય છે અને તમારા શરીરને હાઇડ્રેટ પણ કરે છે.

પીનટ બટર

પીનટ બટર સાથે સફરજન એક સરળ મિશ્રણ છે. તે ફાઇબર, નેચરલ શર્કરા (સુગર) અને સ્વસ્થ ફેટ હોય છે. તે ચયાપચયને સક્રિય કરે છે. તેમજ સ્વાસ્થ્ય માટે તે સારું હોય છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય