– 5 વર્ષમાં વર્ગ 3-4 ના 12000 કર્મી. નિવૃત્ત થયા
– ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસો.ને મંજૂરી આપવા નિલમબાગ કચેરીએ દેખાવો યોજાશે
ભાવનગર : ભારતીય જીવન વિમા નિગમમાં વર્ગ ૩-૪ના કર્મચારીઓની નિવૃત્તિ સામે આ કેડરમાં તાકિદે નવી ભરતી કરવા તથા ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસો.ને માન્યતા આપવાની માંગણી સાથે નિલમબાગ સ્થિત કચેરીના કર્મચારીઓ આવતીકાલ ગુરૂવારે બપોરે એક કલાક હડતાળ પર જઈ દેખાવો કરી તંત્રની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરાશે.