– ગાંધીનગરમાં વધતી દારૃની હેરાફેરી વચ્ચે
– પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો : ફરાર મહિલા બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા બાતમીના આધારે આદીવાડાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને મહિલા બુટલેગરના ઘરેથી બિયરનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દારૃનું વેચાણ બંધ થતું નથી.