Vadodara : ભાજપના પૂર્વ અને નગરસેવકના પુત્રની આરોપી માથાભારે બાબર આણી મંડળી દ્વારા થયેલી કરપીણ હત્યાના બનાવ સંદર્ભે આજે મૃતકની નીકળેલી અંતિમયાત્રા બાબર પઠાણના ઘર પાસે આવતા જ મોટી સંખ્યામાં એકત્ર થયેલી શોકમગ્ન મહિલાઓએ બાબરને ફાંસી આપો, ઘર પર બુલડોઝર ફેરવોના નારા લગાવીને બાબરની હાય હાય બોલાવી હતી.
આ સમયે આસપાસની મુસ્લિમ મહિલાઓ પોતપોતાની અટારીએથી બહાર આવી હતી. પરંતુ બાબરના ઘર આસપાસ કાયદો વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત હોવાથી પોલીસે આ મહિલાઓને ઘરમાં જવા સુચના આપી હતી.
ગઈકાલે મોડી રાત સુધી રાવપુરા નાગરવાડા વિસ્તારમાં વાતાવરણ રહ્યું