ગૌચરમાં વાવેતર અને પાણીના ટાંકાઓ બનાવી જમીન પચાવી પાડી હતી
સ્થાનિક અરજદારની વારંવારની રજુઆત બાદ તાલુકા વિકાસ અધિકારીની તપાસ અને કલેક્ટરના હુકમ બાદ લેન્ડ ગ્રેબિંગ
ભુજ: રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર થયેલી જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક શિવુભા જાડેજા દ્વારા છ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. દબાણો દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્રના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, જોકે તેમ છતાં તમામ દબાણો દૂર ના થતા અરજદારે ગાયો ના ચારિયાન માટેની લડત ચાલુ રાખતા હવે ખુદ ગ્રામ પંચાયત દ્વારા આ મામલે એક સામટા ૨૨ વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
રામવાવ ગામના ઈન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ કલેકટરના હુકમના આધારે રાપર પોલીસમાં આપેલી ફરીયાદ અનુસાર રામવાવ ગામની ગૌચર વાળી જમીન ઉપર રામવાવ ગામના ગ્રામ જનો દ્રારા દબાણ કરેલ હોવાથી, આ દબાણ દુર કરવા માટે રામવાવ ગામના શિવુભા દેશળજી જાડેજાએ તાલુકા પંચાયત કચેરી રાપર ખાતે અરજી કરી હતી.