Girl falls into borewell In Bhuj: ભુજ તાલુકામાં સોમવારે (6 જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. ભુજના કંઢેરાઈ ગામે સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાલ BSF, ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે, ચિંતાની વાત એ છે કે, સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફૂટ જ બાકી હતાં. પરંતુ, રેસ્ક્યુ ટીમના સાધનોમાંથી યુવતી છટકી જતાં તે પાછી બરોવેલમાં નીચે સરકી ગઈ હતી.