31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદKhyati Hospitalનો માફિયો કાર્તિક પટેલની બે કોલેજોને તાળાં, જુઓ Video

Khyati Hospitalનો માફિયો કાર્તિક પટેલની બે કોલેજોને તાળાં, જુઓ Video


સામાન્ય માણસથી કરોડોનો આસામી બન્યો મેડિકલ માફિયા અને મેડિકલ માફિયા કાર્તિક પટેલની બે કોલેજોને તાળાં મારી દેવામાં આવ્યા છે.સામાન્ય વ્યક્તિમાંથી મેડિકલ માફિયા બન્યો કાર્તિક તો શરૂઆતમાં નાના-નાના મકાનો બનાવી રૂપિયા કમાયો અને કાર્તિક પટેલે થોડા રૂપિયા કમાઈને સ્કૂલો ખરીદી બાદમાં ફિઝિયો અને એન્જિનિયરિંગ કોલેજો શરૂ કરી હતી અને બંને કોલેજ શાહીબાગના આર્મી એરિયામાં શરૂ કરી હતી.

બંને કોલેજ આર્મી એરિયામાં હોવાથી થયો હતો વિવાદ

કાર્તિક પટેલે કોલેજો શરૂ કરતા વિવાદ થયો હતો કેમકે વિવાદ થતાં બંને કોલેજોને તાળાં લગાવવા પડ્યા હતા,ગુજરાતમાં જમીનોમાં કરોડોનું રોકાણ કર્યાની પણ માહિતી સામે આવી છે.હાલ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયમાં માણી રહ્યો છે વેકેશન અને 21મીએ પરત આવે છે કે સેટિંગ કરી ફરાર થશે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે.

હજી આરોપીઓ નથી ઝડપાયા

ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ હજુ પણ પોલીસપકડથી દૂર છે,ઘટનાના 6 દિવસ બાદ પણ મેડિકલ માફિયાઓ ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે,ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો છે.ડો. પ્રશાંત વજીરાણી હાલ 9 દિવસના પોલીસ રિમાંડ પર છે તો ડો. સંજય પટોલીયા હજુ પણ પોલીસપકડથી દૂર છે.બીજી તરફ CEO ચિરાગ રાજપૂત ઘટના સમયે હાજર હતો અને બાદમાં ફરાર થઈ ગયો તો CEO હાજર હતો ત્યારે ધરપકડ કેમ ના થઈ તે મોટો સવાલ છે.

ખ્યાતિએ નથી છોડયા કોઈને

ખ્યાતિ હોસ્પિટલને લઈ વધુ એક કૌંભાડ સામે આવ્યું છે જેમાં દસ્ક્રોઈના કાંકજ ગામે ગ્રામજનોની જાણ બહાર ઓપરેશન કર્યુ હોવાની માહિતી સામે આવી છે જેમાં ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને બસ ભરીને ગ્રામજનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,,હોસ્પિટલ લઈ ગયા બાદ તમામની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.કેટલાય લોકોને બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી છે જેમાં પરિજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યાનો આક્ષેપ લાગ્યો છે.

ખ્યાતિ મોતકાંડમાં મૃતકોના પીએમ રિપોર્ટના ઠાગાઠૈયા

ખ્યાતિ મોતકાંડને લઈ મૃતકોના પીએમ રિપોર્ટના પણ ઠેકાણ નથી જેને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું કહેવું છે કે,રિપોર્ટ આવવામાં લાગશે સમય તેમજ 3 તબીબની પેનલમાં થયું હતું પોસ્ટમોર્ટમ તો વીડિયોગ્રાફી સાથે કરાયું હતું પોસ્ટમોર્ટમ,સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જવાબ સવાલ ઉભા થઈ રહ્યાં છે કે,11 નવેમ્બરે બંને મૃતકોનું કરાયું હતું પોસ્ટમોર્ટમ તો 5 દિવસ બાદ પણ પીએમ રિપોર્ટ કેમ નહીં ? શું કોઈનું દબાણ છે કે પછી સિવિલ પણ ભીનું સંકેલે છે?



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય