ખેડા જિલ્લાના પાલ્લા અને અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલ વૌઠા ગામે સપ્ત નદીના સંગમ સ્થાને સુપ્રસિધ્ધ વૌઠા પાલ્લાનો મેળો ભરાય છે. જે મેળો સાત નદીઓના સંગમ સ્થાને લોકમેળાનો કારતક સુદ દેવ ઉઠી અગિયારસથી શરૂ થાય છે.સળંગ પાંચ દિવસીય મેળો દેવ દિવાળી સુધી ચાલતો હોય છે.
ખેડા જિલ્લાના પાલ્લા અને અમદાવાદ જિલ્લાના વૌઠા એમ વૌઠા પાલ્લાનો મેળો કારતક માસની અગીયારસથી શરૂ થઈને પાંચ દિવસ પુનમ સુધી ચાલતો હોય છે.આ મેળામાં અમદાવાદ,ખેડા,આણંદ સહીત અનેક જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં નાગરીકો અવતા હોય છે.ખેડા જિલ્લાના માતર તાલુકાના પાલ્લા અને અમદાવાદ જીલ્લાના વૌઠા પાસે સાત નદીઓનો સંગમ થાય છે.જેમાં વાત્રક,મેશ્વો, સાબરમતી,ખારી, શેઢી, માઝુમ અને હાથમતી જેવી સાત નદીઓના સંગમ સ્થાને લોકમેળો ભરાય છે.દરેક મેળાની મજા એકસરખી હોય છે.જેમાં નાના-મોટા સ્ટોલની સાથે વિવિધ જાતના ચગડોળએ મેળાની શાન છે.પરંતુ આ વૌઠા પાલ્લાના મેળાની ઓળખ ગદર્ભ,ઘોડા તથા ઊંટ જેવા પ્રાણીઓના વેપાર માટે જાણીતી છે.જ્યાં અનેક વેપારીઓ અને ગ્રાહકો પ્રાણીઓની ખરીદી અને વેચાણ કરવા આવતા હોય છે. નાગરીકો વૌઠાના મેળામાં દરમ્યાન નદીના કાંઠે પાલ્લા,વૌઠા વિસ્તારમાં અસંખ્ય લોકો તંબુમાં રહેતા હોય છે.જે માટે તેઓ પાંચ દિવસ સુધી ચાલી શકે તેટલી ઘરવખરી લઈને રહેવા આવતા હોય છે.તંબુ બાંધીને રહેતા પરિવારજનો રેતીમાં ખાડો કરીને પૂનમના દિવસે દિવો મૂકે છે.જેને વાવ ગોળાવી તરીકે ઓળખવામાં આવે છે.કહેવામાં આવે છે કે વૌઠાનો મેળો સાત નદીઓનાં સંગમ સ્થાને થાય છે, કારતક પુનમે સાત નદીઓના સંગમ સ્થાને સ્નાન કરવાનુ અનેરૂ મહત્વ છે.પાંચ દિવસ સુધી સતત દિવસ રાત મેળો ચાલતો હોય છે.જે મેળો કારતક સુદ 11થી શરૂ થઈને પુનમ સુધી ચાલતો હોય છે.
કેટલીક મસમોટી રાઈડ્સ બંધ રહેતા મેળાની રોનક ફ્ક્કિી પડી
ધોળકા : વૌઠા ગામે ભરાતા સુપ્રસિધ્ધ મેળામાં અગાઉના વર્ષોની ઘટનાના પગલે વિવિધ રાઈડ્સ બંધ રખાતા મેળાની રોનક ફિક્કી પડી હતી. ગામેગામથી મેળાની મોજ માણવા આવતા લોકો મનોરંજનની રાઈડસ બંધ જોઈને ચહેરા પર નિરાશા છવાઈ ગઈ છે.