કરીના કપૂર તાજેતરમાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી અને તે પોતાના બાળકો તૈમૂર અને જેહ અલી ખાન માટે પણ એક ખાસ વસ્તુ લઈને આવી હતી. એક્ટ્રેસે તેના પરિવાર સાથેની મીટિંગની તસવીરો શેર કરી, જેમાં પતિ સૈફ અલી ખાન, ભાઈ રણબીર કપૂર, ભાભી આલિયા ભટ્ટ અને બહેન કરિશ્મા કપૂરનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદીને મળ્યો કપૂર પરિવાર
બુધવારે કરીનાએ આ મીટિંગની કેટલીક ક્ષણો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને બધાનું ધ્યાન ખેંચ્યું તે હતું પીએમ મોદીનો તેમના પુત્રો માટેનો ઓટોગ્રાફ. આ મીટિંગ એક મોટા ફંક્શનનો ભાગ હતી જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર સહિત કપૂર પરિવારે પીએમ મોદીને મળ્યા હતા અને તેમને રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણ આપ્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર કરવામાં આવ્યું હતું.
તસવીરો શેર કરતાં કરીનાએ લખ્યું છે કે “અમારા દાદા, મહાન રાજ કપૂરના અસાધારણ જીવન અને વારસાની ઉજવણી કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આમંત્રિત કરવા બદલ અમે અત્યંત નમ્ર અને સન્માનિત છીએ.”
તેમને કહ્યું કે “આ ખાસ બપોર માટે શ્રી મોદીજીનો આભાર. આ સીમાચિહ્નની ઉજવણીમાં તમારી હૂંફ, ધ્યાન અને સપોર્ટ અમારા માટે ઘણું અર્થ છે. અમે દાદાજીની ક્રિએટિવિટી, દ્રષ્ટિ અને ભારતીય સિનેમામાં આપેલા યોગદાનની 100 શાનદાર ઉજવણી કરીએ છીએ. તેમના ગૌરવશાળી વર્ષોની ઉજવણી કરીએ છીએ. અમે તેમના વારસાનું સન્માન કરીએ છીએ જે અમને અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. અમે ‘રાજ કપૂર 100 ફિલ્મ ફેસ્ટિવલ’ સાથે તેમની ફિલ્મો અને ભારતીય સિનેમા પર તેમની ઈમ્પેક્ટને યાદ કરવામાં ગર્વ છે.”
તસવીરોમાં કરીના પીએમ મોદી સાથે સૈફ અલી ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, ભરત સાહની, રીમા જૈન, આદર જૈન, અરમાન જૈન, અનીસા મલ્હોત્રા, નિતાશા નંદા, મનોજ જૈન અને નિખિલ નંદા સાથે પોઝ આપતી જોવા મળે છે.
14મી ડિસેમ્બરે છે 100મી જન્મજયંતિ
એક તસવીરમાં તે ઉભી છે અને પીએમ મોદી એક પેજ પર સહી કરી રહ્યા છે. આગળની તસવીર બતાવે છે કે તે તેના પુત્રો માટે એક ખાસ ઓટોગ્રાફ છે, જેમાં તે તેમને ‘ટિમ એન્ડ જેહ’ તરીકે સંબોધે છે. આ મુલાકાત 14 ડિસેમ્બરે સ્વર્ગસ્થ રાજ કપૂરની 100મી જન્મજયંતિના થોડા દિવસો પહેલા થઈ હતી. પીવીઆર આઈનોક્સ લિમિટેડ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ફિલ્મ નિર્માતા-એક્ટરની 100મી જન્મજયંતિની યાદમાં આરકે ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરશે.