Kandla Port : કચ્છના કંડલા પોર્ટ વિસ્તાર નજીક આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ દબાણો દૂર કરી 100 એકરથી વધુ જમીન ખાલી કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ કડક બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરી.
રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ દબાણો હટાવાયા
પૂર્વ કચ્છના SPએ જણાવ્યું હતું કે, ‘કંડલા પોર્ટ વિસ્તારોમાં થોડા દિવસ પહેલા દબાણો હટાવવામાં આવ્યાં હતા. જેમાં કંડલા પોર્ટ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ અને કોસ્ટલ સહિતના વિસ્તારોમાં થતા ગુનાઓને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર દબાણની હટાવવામાં આવી રહ્યું છે. કંડલા પોર્ટની મદદ લઈને પૂરતી મશીનરી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે.’