23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાકડાણા ડેમ 100 ટકા છલકાયું, 7 ગેટ ખુલ્લા મૂકાયા, આજુબાજુના વિસ્તારોમાં હાઈ...

કડાણા ડેમ 100 ટકા છલકાયું, 7 ગેટ ખુલ્લા મૂકાયા, આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ | Kadana Dam was put on high alert as it was 100 percent full



કડાણા,ઉપરવાસમાંથી પાણીની આવક થવાને લીધે કડાણા ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઇ એલર્ટ પર મુકાયો છે. મહી નદીમાં પાણી છોડાતા કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા જણાવાયું છે.

ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન કડાણા ડેમ ૧૦૦ટકા સુધી ભરાઇ જતા હાઇ એલર્ટ પર મુકાતા મંગળવારે સાંજે જ ડેમના ૭ ગેટ ખુલ્લા મુકાયા હતા. જેમાંથી ૧ લાખકયુસેક પાણી નહી નદીમાં છોડયું હતું.

 રાજસ્થાનના બજાજસાગર ડેમમાંથી સતત પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થતા કડાણાં ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ કડાણા ડેમ તેની મહત્તમ સપાટી ૪૧૯ ફૂટ સુધી પહોંચી ગયો છે. હવે વધારાનું પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. કડાણા ડેમના ઉપરવાસમાં બજાજ સાગરડેમ સહીતના વિસ્તારમાં પડી રહેલા સતત વરસાદના કારણે કડાણા ડેમમાં ૫૫૦૦૦ કયુસેક પાણીની આવક જોવા મળી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય