રિયલ કબડ્ડી લીગ (આરકેએલ) દુબઇના અલ અહલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે 15મી ડિસેમ્બરે પ્રથમ ઇન્ટરનેશનલ પ્રદર્શન મેચ રમાડવામાં આવશે. બે ડાયનેમિક ટીમ ઇન્ડિયન વોરિયર્સ અને ગલ્ફ ગ્લેડિયેટર્સ લીગમાં ભાગ લેશે, જેમાં ભારતની કબડ્ડીની સ્વદેશી રમતના કૌશલ્યનું પ્રદર્શન કરશે.
આ ઇવેન્ટને દુબઇ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા સમર્થન આપવામાં આયું છે. મેચ પહેલાં આરકેએલના સહ-સ્થાપક વૈભવી ચૌધરીએ જણાવ્યું હતું કે લીગનો હેતુ યુવા તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો તથા તેમને વૈશ્વિક સ્તરે ઝળકવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.