35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશJharkhand Election: NDAની સીટ શેરિંગ ફોર્મ્યૂલા નક્કી, જાણો કોને કેટલી બેઠક

Jharkhand Election: NDAની સીટ શેરિંગ ફોર્મ્યૂલા નક્કી, જાણો કોને કેટલી બેઠક


ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. કુલ 81 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. ત્યારે ઝારખંડને લઇને એનડીએએ સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરી છે. બીજેપીએ સહયોગી સાથીઓ સાથે બીજેપીએ બેઠક વહેંચણીની જાહેરાત કરી છે. ઝારખંડમાં AJSUને 10 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે એલજેપી એક બેઠક અને જેડીયુ 2 બેઠક પર ચૂંટણી લડશે. ઝારખંડમાં બીજેપી 68 બેઠકો પર ચૂંટણી લડશે.

કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ માટે ભાજપના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે આ અંગે જણાવ્યું કે ભાજપ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU), જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) ઝારખંડમાં સાથે મળીને ચૂંટણી લડશે. સીટ વહેંચણી માટે સહમતિ બની ગઇ છે. ઉમેદવારોની જાહેરાત પણ બહુ જલ્દી કરવામાં આવશે. તેમ જણાવ્યું. ત્યારબાદ આસામના મુખ્યમંત્રી અને ઝારખંડના બીજેપી ચૂંટણી સહ પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે બીજેપી 68 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે AJSU 10 બેઠકો પર.

AJSU આ 10 બેઠકો પર ચૂંટણી લડશે

1-સિલ્લી

2- રામગઢ

3- ગુમિયા

4- ઈચ્છાગઢ

5- માંડુ

6- જુગસલીયા

7- ડુમરી

8- પાકુર

9- લોહરદગા

10- મનોહરપુર


જેડીયુ આ 2 સીટો પર

1-જમશેદપુર પશ્ચિમ

2- આમલી

LJP આ બેઠક પર લડશે ચૂંટણી

LJP ચતરાથી એક સીટ પર ચૂંટણી લડશે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય