ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં અગ્નિકાંડની ઘટના બની તેના 8 કલાક પછી પણ કોઈ એફઆઇઆર દાખલ નથી થઈ. તે ઉપરાંત આ ઘટનાને મુદ્દે હોસ્પિટલના કોઈ કર્મચારીની જવાબદારી પણ નક્કી નથી થઈ. ઘટનાની એક તપાસ પૂરી થઈ ચૂકી છે. પરંતુ અન્ય તપાસો હજી ચાલી રહી છે.
મેડિકલ કોલજના એસએનસીયૂ વોર્ડમાં શુક્રવારે રાતે ભીષણ આગ લાગી હતી. ઘટનાએ 10 નવજાત બાળકોનો ભોગ લીધો હતો. તે પછી રવિવારે એક અને તે પછી સોમવારે એક નવજાતનું મૃત્યુ થયું હતું. એમ કુલ 12 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક તપાસ અહેવાલ સત્તાવાળા સુધી પહોંચી ચૂક્યો છે.આરોગ્ય મહાનિદેશકના નેતૃત્વમાં એક ઉચ્ચ કક્ષાની ટીમે સોમવારે આવીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તપાસના આ દોર વચ્ચે ઘટના સંબંધી કેસ દાખલ થઈ શક્યો નથી.
તે ઉપરાંત મેડિકલ કોલજના કોઈ કર્મચારી, અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિની જવાબદારી પણ નક્કી નથી શકી. લખનઉથી દિલ્હી સુધી આ કેસની ગુંજ હોવા છતાં આ સ્થિતિ છે. વિરોધપક્ષોએ નવજાત શિશુના મૃત્યુકેસને મુદ્દો બનાવી લીધો છે. તેઓ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે.
મેડિકલ કોલેજમાં આગથી બચાવ માટે પૂરતી વ્યવસ્થા નહોતી. ફેબ્રુઆરીમાં આવેલા ફાયર ઓડિટ રિપોર્ટે તે વાતને સમર્થન આપ્યું છે. આ ખામીઓને દૂર કરવા કોલેજ વહીવટીતંત્રે સત્તાવાળાને રૂપિયા 1 કરોડની દરખાસ્ત પાઠવી હતી.
આ દરમિયાન કહેવાઈ રહ્યું છે કે મેડિકલ કોલેજમાં જે મલ્ટિપર્પઝ ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવવામાં આવી રહી હતી તેનો ઉપયોગ આઇસીયુ વોર્ડમાં નહોતો કરવો જોઈતો. જાણકારોનું કહેવું છે કેઆઇસીયુ અને એનઆઇસીયુ વોર્ડમાં સીઓટુ બેજ્ડ ફા.ર એક્સ્ટિંગ્વિાશરનો ઉપયોગ થવો જોઈતો હતો. જે એસએનસીયુ સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી તેને માત્ર સીઓટુ બેઝડ ફાયર એક્સ્ટિંગ્વિાશરનો ઉપયોગ થવો જોઈએ.