30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશJeet Adaniએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે આપી મોટી જાણકારી, કરશે આ કામ

Jeet Adaniએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે આપી મોટી જાણકારી, કરશે આ કામ


દેશના 7 મોટા એરપોર્ટનું સંચાલન કરતી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના ડિરેક્ટર જીત અદાણીએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે જણાવ્યું છે. તેમણે એરપોર્ટ બિઝનેસમાં 1 ટ્રિલિયન કેપેક્સનો મહત્વાકાંક્ષી પ્લાન પણ જણાવ્યો છે.

1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષવાની અપેક્ષા

AAHLને સૂચિબદ્ધ કરતા પહેલાના ટ્રિગર પોઈન્ટ્સમાં નવી મુંબઈ એરપોર્ટના વ્યાપારીકરણ અને તેના સ્ટેબીલીટી વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ સ્નાતક થયેલા અને અદાણી જૂથના ડિજિટલ અને સંરક્ષણ વ્યવસાયો સંભાળતા 27 વર્ષીય જીત અદાણીએ એરપોર્ટ બિઝનેસ વિશે તેમના વિઝનની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં અદાણી જૂથ આશરે રૂપિયા 1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષવાની અપેક્ષા રાખે છે.

અમે એરલાઈન્સ પાસેથી એક રૂપિયો લેવા માગતા નથી: જીત અદાણી

જીત અદાણીએ જણાવ્યું હતું કે, “અમે એરલાઇન્સ પાસેથી કોઈ શુલ્ક લેવા માગતા નથી. અમારું અંતિમ વિઝન એરલાઇન્સનું એરપોર્ટ પર વર્કીંગ મફત બનાવવાનું છે. અમે માત્ર સિટી સાઇડ ડેવલપમેન્ટ અને નોન-એરો સ્ત્રોતોમાંથી અમારું સંપૂર્ણ વળતર મેળવવા માગીએ છીએ. ત્યારબાદ અમારે રેગ્યુલેટર (AERA, જે એરપોર્ટસ માટે ચાર્જ નક્કી કરે છે) સાથે લડવાની જરૂર નથી“.

AAHLમાં એરો વિ નોન-એરો આવકના હિસ્સા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે “અમે ઈચ્છીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં હવાઈ આવકનો હિસ્સો નોન-એરો રેવન્યુમાં હોય. અત્યારે એરો વિરુદ્ધ નોન-એરોનો હિસ્સો 55 વિરુદ્ધ 45 છે. આગામી પાંચ વર્ષમાં લગભગ 10-15 ટકા ઉમેરો કરવા કવાયત કરવી પડશે. અમને લાગે છે કે 10-15 વર્ષોમાં એરોની આવકનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે કારણ કે એકવાર શહેરની બાજુનો વિકાસ થશે, તે કુલ આવકના લગભગ 40-50 ટકા આપશે”.

એરલાઈન્સ વિશે વાતચીત કરતા જીત અદાણીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ટૂંકા તેમજ લાંબા અંતરના રૂટ પર મજબૂત એરલાઇન્સ છે. “એર ઈન્ડિયા અને ઈન્ડિગો અત્યારે સ્થાનિક પેસેન્જર માર્કેટમાં 90 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. એરપોર્ટ માટે સકારાત્મક બાબત એ છે કે અમારી પાસે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા ભારતીય હબનો ઉપયોગ કરીને ભારતીય મુસાફરોની મોટી સંખ્યા હશે“.

એર ઈન્ડિયા સાથે 10 વર્ષની યોજના વિશે વાતચીત કરી શકીએ છીએ

કોન્સોલિડેશન અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જીતે જણાવ્યું હતું કે “મને લાગે છે કે ઓફ એરલાઇન કોન્સોલિડેશનના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે. હું તેનાથી વધુ ઉત્સાહિત છું કારણ કે આખરે અમે એર ઈન્ડિયા સાથે 10 વર્ષની યોજના વિશે વિમર્શ કરી શકીએ છીએ. જો એર ઈન્ડિયા નવી મુંબઈ એરપોર્ટને તેનું હબ બનાવવા માગે તો અમે તેના માટે હવે આયોજન શરૂ કરી શકીએ છીએ.

જીત જણાવે છે કે “ નવી મુંબઈ એરપોર્ટ માર્ચ 2025 સુધીમાં શરૂ થવા જઈ રહ્યું છે. માર્ચ સુધીમાં તબક્કો 1 પૂર્ણ થયા પછી ફેઝ 2 શરૂ કરવાનું નક્કી કર્યું છે. અગાઉ, યોજના 2027 અથવા 2028થી ફેઝ 2નું બાંધકામ શરૂ કરવાની હતી”. અમે અમારો એરપોર્ટ બિઝનેસ શરૂ કર્યો ત્યારથી નોન-એરો રેવન્યુ લગભગ ત્રણ ગણી વધી છે. આગામી બે વર્ષોમાં નોન-એરોગ્રોથ સ્ટેપ જમ્પ થવા જઈ રહ્યો છે. તેનાથી મોટા પ્રમાણમાં રેવન્યુ જનરેટર થશે. એકવાર આ ત્રણ વસ્તુઓ થઈ જાય પછી AAHLનું EBITDA જે આજે લગભગ $300 મિલિયન છે, તે વધીને $1-1.5 બિલિયન થઈ જશે.

એરપોર્ટ પર નવા ટર્મિનલ બનાવવા આશરે રૂપિયા 20,000 કરોડનો ઉપયોગ કરાશે

એરપોર્ટ ઓપરેટર તરીકે અમે દરેક વસ્તુનો કોન્ટ્રાક્ટ આપીએ છીએ. અમે બિલ્ડિંગ બનાવીએ છીએ અને ત્યાં અલગ-અલગ કંપનીઓ આવીને કામ કરે છે. નોન એરો રેવન્યુ અંગેની અમારી સમગ્ર વ્યૂહરચનામાં કાર પાર્કિંગ, ડ્યુટી ફ્રી, લાઉન્જ, ફૂડ એન્ડ બેવરેજીસ (F&B), છૂટક સેવાઓ વગેરેથી લઈને દરેક વસ્તુની માલિકીની જરૂર છે. આગામી પાંચ વર્ષ માટે AAHLની યોજના અંગે વાત કરતા જીત જણાવે છે કે, “જે રીતે અમે અમારી ફાઇનાન્સિંગ અને બધું કર્યું છે. તે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા 1 ટ્રિલિયનથી વધુ છે. હાલના ટર્મિનલના વિસ્તરણ અને એરપોર્ટ પર નવા ટર્મિનલ બનાવવા આશરે રૂ. 20,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે.

રૂપિયા 20,000 કરોડનો ઉપયોગ મુંબઈ, અમદાવાદ, લખનૌ અને જયપુરના એરપોર્ટ પર પ્રારંભિક સિટીસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટ પર બીજા તબક્કાના બાંધકામ માટે લગભગ રૂપિયા 18,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. અમે ભાવિ મર્જર, એક્વિઝિશન અને કેન્દ્ર સરકારના એરપોર્ટ મુદ્રીકરણ (ખાનગીકરણ)ના આગામી રાઉન્ડ માટે લગભગ રૂ. 20,000 કરોડ પણ રાખી રહ્યા છીએ. જો કોઈ આંતરરાષ્ટ્રીય તક અમારા માટે ફળીભૂત થાય તો અમે તે ભંડોળ રાખીએ છીએ”.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય