ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાની સમસ્યાઓને સમયમર્યાદામાં નિવારવા જિલ્લા કલેકટરની તાકીદ
ભુજ: આજરોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં, હંમેશની માફક આ વખતે પણ પાણી, સિંચાઈ, શિક્ષણ, દબાણ સહિતના પ્રશ્રો છવાઈ ગયા હતા. આ બેઠકમાં ધારાસભ્યો સહિતના પદાધિકારી ઓ દ્વારા પાણી, સિંચાઈ, રસ્તા, ખનીજ ચોરીના પ્રશ્રો છવાયા હતા. આ પ્રશ્રો અંગે જરૂરી સમીક્ષા કરી કલેકટર અમિત અરોરા દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.