આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC)ના ન્યાયાધીશોએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ અને હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ ડેઈફ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.
હમાસે આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા
ICCએ કહ્યું કે આ નેતાઓ પર ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોનો આરોપ છે. કોર્ટે નેતન્યાહુ પર લાગેલા આરોપોની તપાસનો પણ આદેશ આપ્યો છે. જો કે, ઈઝરાયેલ અને હમાસ બંનેએ આ મામલે કોર્ટના આ આરોપોને નકારી કાઢ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે આવા વોરંટનો કોઈ કાયદાકીય આધાર નથી, જ્યારે હમાસે આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. ત્યારે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે જુલાઈમાં ગાઝા પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોહમ્મદ ડેફ માર્યો ગયો હતો.
કયા કેસમાં વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું ?
રિપોર્ટ અનુસાર, ICCએ PM નેતન્યાહુ અને ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીને ઈરાદાપૂર્વક પેલેસ્ટિનિયન નાગરિકોને મારવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી મદદને ગાઝા સુધી પહોંચતી અટકાવવા માટે દોષિત ઠેરવ્યા હતા, જેના કારણે ત્યાં ભૂખમરો સર્જાયો હતો. કોર્ટને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઈઝરાયલના પીએમએ યુદ્ધના બહાને પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યા કરાવી અને ગાઝાના વિનાશનો આદેશ પણ આપ્યો. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ન્યાયાધીશોએ તેમની સામે અરેસ્ટ વોરંટ જાહેર કરવાનો નિર્ણય લીધો.
શું થશે નિર્ણયની અસર?
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ વોરંટ પર પોતાનો નિર્ણય તમામ સભ્ય દેશોને મોકલશે. તેનું વોરંટ સભ્ય દેશો માટે માત્ર એક સલાહ છે, તેઓ તેનું પાલન કરવા માટે બંધાયેલા નથી. આની પાછળનો તર્ક એ છે કે દરેક દેશ પોતાની આંતરિક અને વિદેશ નીતિ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ કારણોસર અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જેમ, ICC પણ તેને સ્વીકારે છે. તમને જણાવી દઈએ કે અગાઉ કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ પણ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. તેઓ યુક્રેનમાં નરસંહારના કેસોમાં દોષી સાબિત થયા હતા. તેમ છતાં પુતિને ઘણા દેશોની મુલાકાત લીધી છે.