32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાIsrael: કાલે યુદ્ધ સમાપ્ત થાય...નેતન્યાહૂની જાહેરાત પરંતુ હમાસ સામે રાખી નવી શરત

Israel: કાલે યુદ્ધ સમાપ્ત થાય…નેતન્યાહૂની જાહેરાત પરંતુ હમાસ સામે રાખી નવી શરત


ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ મહત્ત્વની જાહેરાત કરી છે. તેઓએ હમાસના નેતા યાહ્યા સિનવારના મોત પછી ગાઝાના લોકોને સંબોધન કર્યું હતું. આ દરમ્યાન નેતન્યાહૂએ કહ્યું કે જો હમાસ ઈઝરાયલી બંધકોને પરત કરવા અને હથિયાર હેઠા નાખવા રાજી હોય તો આવતીકાલે જ યુદ્ધ સમાપ્ત થઈ જશે.
ઈઝરાયલ અત્યાર સુધી હમાસ અને હિઝબુલ્લાના ટોચના નેતાઓને સફાયો કરી ચુક્યું છે. ગાઝા પટ્ટીમાં હમાસની કરોડરજ્જુને સમાપ્ત કરી નાખી છે. તેના છેલ્લા મોટા નેતા યાહ્યા સિનવારને પણ ગુરુવારે બે સાથીઓ સાથે ઈઝરાયલી સૈન્યનો શિકાર થઈ ચુક્યો છે. આની પુષ્ટિ ઈઝરાયલી વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ જાતે કરી હતી. યાહ્યા સિનવારના મોત પછી નેતન્યાહૂએ એક મોટી અને મહત્ત્વની જાહેરાત કરી છે.
ઈઝરાયલ શોધી કાઢશે
નેતન્યાહૂએ બંધકોને પકડી રાખનારાઓને ચેતવણી પણ આપી છે. તેણે કહ્યું કે ઈઝરાયલ સતત તેનો પીછો કરી રહ્યું છે. બંધકોને નુકસાન પહોંચાડનારાઓને ઈઝરાયલ ચોક્કસપણે શોધી કાઢશે. નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદની ધરી આપણી નજર સામે તૂટી રહી છે.
આતંકના શાસનનો અંત આવશે
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે નસરાલ્લાહ ચાલ્યા ગયા છે. મોહસીનનું મોત થયું હતું. હાનિયા, દેફ અને સિનવરનો નાશ થયો છે. ઈરાને પોતાના પર અને સીરિયા, લેબેનોન અને યમનના લોકો પર લાદેલા આતંકનું શાસન સમાપ્ત થશે. તેમણે કહ્યું કે જે લોકો મધ્ય પૂર્વમાં શાંતિ અને સારું ભવિષ્ય ઈચ્છે છે તેમણે એક થવું જોઈએ.
હમાસના હુમલામાં 1200 લોકોનાં મોત થયા હતા
ગયા વર્ષે, 7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર ઈતિહાસમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 2500 હમાસ આતંકવાદીઓએ સમગ્ર ઈઝરાયલમાં મૃતદેહો ફેલાવી દીધા હતા. આ આતંકવાદી હુમલામાં 1200થી વધુ ઈઝરાયલી નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઇઝરાયલ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય