35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાIsrael: ઈઝરાયલે હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યો, ડ્રોન હુમલામાં સંડોવણી હતી

Israel: ઈઝરાયલે હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યો, ડ્રોન હુમલામાં સંડોવણી હતી


મિડલ ઈસ્ટમાં ઘર્ષણમાં સતત સ્થિતિ કથળી રહી છે. ઈઝરાલી સૈન્ય હિઝબુલ્લા પર યમદૂત બનીને તૂટી રહી છે. આ દરમ્યાન ઈઝરાયલે હમાસના વધુ એક કમાન્ડર મહેમુદ અલ મહૌહને ઠાર માર્યો છે. તે ડ્રોન હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. તેને ઈઝરાયલ પર ડ્રોન હુમલાનો નિર્દેશ આપ્યો હતો. આઈડીએફનું માનીએ તો તેને જબાલિયા અને રાફામાં ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં 50ી વધુ હમાસના લડવૈયાઓ મોતને ભેટયા છે.


ઈઝરાયલ અનેક મોરચે લડી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અત્યારે વિવિધ મોરચે યુદ્ધ લડી રહ્યું છે. ઈઝરાયલે પૂર્વી લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. 15 ઓક્ટોબરના રોજ, આઈડીએફે રહેણાક વિસ્તારોને નિશાન બનાવીને બેકા ખીણમાં અનેક હવાઈ હુમલાઓ કર્યા. ઈઝરાયલની સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે મંગળવારે બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જો કે આ હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

બોમ્બ ધડાકાથી પેલેસ્ટાઈનના ઘણા શહેરો નાશ પામ્યા

ઈઝરાયેલના હુમલાથી પેલેસ્ટાઈનના શહેરોમાં ભારે તબાહી મચી ગઈ છે. ગાઝા સિટીના સાબ્રામાં હવાઈ હુમલામાં ત્રણ મકાનો નાશ પામ્યા હતા. રિપોર્ટ અનુસાર હાલમાં 12 લોકોની શોધ ચાલી રહી છે. તે સમયે તેઓ ઘરોમાં હાજર હતા. તમને જણાવી દઈએ કે IDF છેલ્લા 10 દિવસથી જબલિયાને નિશાન બનાવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, પેલેસ્ટાઈનના આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આઠ મોટા શરણાર્થી કેમ્પમાંનું એક જબાલિયા અને અલ-ફલૂઝાની પાસે ઈઝરાયલી હુમલામાં 17 લોકોનાં મોત થયા છે. જ્યારે એક બીજી શિબિરમાં હુમલામાં 10 લોકો મોતને ભેટયા છે.

ઈઝરાયેલ અનેક મોરચે લડી રહ્યું છે

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ આ દિવસોમાં ઘણા મોરચે લડી રહ્યું છે. ઈઝરાયેલે પૂર્વી લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. 15 ઓક્ટોબરના રોજ, IDF એ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને બેકા ખીણમાં અનેક હવાઈ હુમલાઓ કર્યા. ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મંગળવારે બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જો કે આ હુમલાઓમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય