યુગાન્ડામાંથી ધસી આવતા આતંકીઓએ ઉત્તરનો કીવુ પ્રાંત ખેદાનમેદાન કર્યો
કીન્શા શા: એલાઇડ ડેમોક્રેટિક ફોર્સીઝ (એડીએફ)નાં નામે ઇસ્લામિક સ્ટેટ (ખિલાફત)ના આતંકીઓ સાથે ગઠબંધન ધરાવતાં સંગઠને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ઝેર્ટ)ના પૂર્વ ઉત્તરના કીવુ પ્રાંતના માબિસિયો ગામ પર હુમલો કરી ૧૩ને મોતને ઘાટ ઉતાર્યો છે અને અનેકને અપહૃત કર્યો છે અપહૃતોમાં પરિણામોની સંખ્યા સૌથી વધુ છે તેમ એરિયા એડમિનિસ્ટ્રેટર કર્નલ એબેઇન કીલેલાએ સ્ટેટ ટેલીવિઝન ઉપર જણાવ્યું હતું.
શુક્રવારે થયેલા આ હુમલામાં મૃત્યુ પામેલાઓમાં પણ મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ હતી. હુમલાખોરોએ શુક્રવારે સાંજે હુમલો કર્યો હતો. ઘરો લૂંટી લીધાં અને પછી તેણે આગ ચાંપી હતી.