આઈપીએલ 2025ની મેગા ઓક્શન શરૂ થવામાં હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે, જે બે દિવસ સુધી ચાલશે. IPL 2025ની મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ છે. પરંતુ આમાંથી માત્ર 204 ખેલાડીઓ જ વેચાશે.
ભારતમાં ક્યાં સમયે જોઈ શકશો ઓક્શન
IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. IPLમાં મેગા ઓક્શન દર ત્રણ વર્ષે યોજાય છે, જે લાંબી ઈવેન્ટ છે. IPL 2025ની ઓક્શન સાઉદી સમય મુજબ બપોરે 1 વાગ્યે શરૂ થશે. ભારતમાં તમે બપોરે 3:30 વાગ્યાથી ઓક્શન જોઈ શકશો.
શ્રેયસ અય્યર, રિષભ પંત અને કેએલ રાહુલ. આ ત્રણેય કેપ્ટન આ વખતે ઓક્શનમાં સામેલ છે. શ્રેયસ અય્યર પણ આમાં ગયા વર્ષના વિજેતા કેપ્ટન છે. પોતાની કપ્તાની હેઠળ તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ 2024ની ચેમ્પિયન બનાવી હતી. ઓક્શનમાં છ ખેલાડીઓ સાથે બે માર્કી લિસ્ટ છે. પ્રથમમાં રિષભ પંત, શ્રેયસ ઐયર, જોસ બટલર, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા અને મિશેલ સ્ટાર્કનો સમાવેશ થાય છે. અન્યમાં કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મિલર, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
IPL 2025ની ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ છે, જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી છે. પરંતુ તમામ 10 ટીમોમાં મહત્તમ 204 ખેલાડીઓની જગ્યા ખાલી છે. એટલે કે હરાજીમાં વધુમાં વધુ 204 ખેલાડીઓ જ વેચવામાં આવશે, જેમાંથી મહત્તમ 70 વિદેશી ખેલાડીઓ હશે.
જાણો શું છે બેઝ પ્રાઈઝ
હંમેશાની જેમ, રૂ. 2 કરોડ સૌથી વધુ બેઝ પ્રાઈઝ છે. આ બેઝ પ્રાઈસમાં કુલ 81 ખેલાડીઓ છે. આ સિવાય સૌથી ઓછી બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા છે. પહેલા તે 20 લાખ રૂપિયા હતી. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા મોટાભાગના ખેલાડીઓ ભારતીય છે.
IPL 2025ની ઓક્શન બે માર્કી સેટ સાથે શરૂ થશે. તે પછી કેપ્ડ ખેલાડીઓનો પ્રથમ સેટ જાહેર કરવામાં આવશે, જેમને બેટ્સમેન, ઝડપી બોલર, વિકેટકીપર, સ્પિનર અને ઓલરાઉન્ડરમાં વહેંચવામાં આવ્યા છે. પછી અનકેપ્ડ ખેલાડીઓનો નંબર આવશે. આ પછી એક્સીલેરેશન રાઉન્ડ શરૂ થશે.
જાણો કોણ છે સૌથી યુવા ખેલાડી
તમને જણાવી દઈએ કે તમામ 577 ખેલાડીઓને એક પછી એક બોલી લગાવવામાં આવશે નહીં. એક પછી એક માત્ર 117 ખેલાડીઓના નામ આપવામાં આવશે. ત્યારબાદ 118માં ખેલાડીથી એક્સીલેરેશન રાઉન્ડ શરૂ થશે. આ પહેલા 574 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જોફ્રા આર્ચર સહિત 3 નામ વધ્યા છે. 42 વર્ષનો જેમ્સ એન્ડરસન ઓક્શનમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે જ્યારે બિહારનો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ખેલાડી છે.
1574 ખેલાડીઓએ થયું હતું રજિસ્ટ્રેશન
ઓસ્ટ્રેલિયાનો કેમરન ગ્રીન એક એવો મોટો ખેલાડી છે, જે IPL 2025ની હરાજીમાં ભાગ નથી લેતો. ઈજાના કારણે તેને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો નથી. ગ્રીનને મેચ ફીટ થવામાં લગભગ 6 મહિનાનો સમય લાગશે. ઓક્શનમાં 1574 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ માત્ર 577 ખેલાડીઓને જ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
જાણો કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?
મુંબઈ ઈન્ડિયન્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – જસપ્રિત બુમરાહ ( 18 કરોડ), સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ), હાર્દિક પંડ્યા (16.35 કરોડ), રોહિત શર્મા (16.30 કરોડ), તિલક વર્મા (8 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 55 કરોડ (120 કરોડમાંથી)
રાઇટ-ટુ-મેચ (RTM): 1
સનરાઈઝર્સ હૈદરાબાદ
રિટેન કરાયેલા ખેલાડીઓ – હેનરિક ક્લાસેન (23 કરોડ), પેટ કમિન્સ (18 કરોડ), અભિષેક શર્મા (14 કરોડ), ટ્રેવિસ હેડ (14 કરોડ), નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 45 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1
લખનૌ સુપર જાયન્ટ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – નિકોલસ પૂરન (21 કરોડ), રવિ બિશ્નોઈ (11 કરોડ), મયંક યાદવ (11 કરોડ), મોહસીન ખાન (4 કરોડ), આયુષ બદોની (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 69 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1
પંજાબ કિંગ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – શશાંક સિંઘ (5.5 કરોડ), પ્રભસિમરન સિંઘ (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 110.5 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 4
રાજસ્થાન રોયલ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – સંજુ સેમસન (18 કરોડ), યશસ્વી જયસ્વાલ (18 કરોડ), રિયાન પરાગ (14 કરોડ), ધ્રુવ જુરેલ (14 કરોડ), શિમરન હેટમાયર (11 કરોડ), સંદીપ શર્મા (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 41 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 0
ચેન્નાઈ સુપર કિંગ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – રુતુરાજ ગાયકવાડ (18 કરોડ), મતિથા પાથિરાના (13 કરોડ), શિવમ દુબે (12 કરોડ), રવિન્દ્ર જાડેજા (18 કરોડ), એમએસ ધોની (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 65 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રિટેન કરાયેલા ખેલાડીઓ – વિરાટ કોહલી (21 કરોડ), રજત પાટીદાર (11 કરોડ), યશ દયાલ (5 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 83 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 3
કોલકાતા નાઈટ રાઈડર્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – રિંકુ સિંહ (13 કરોડ), વરુણ ચક્રવર્તી (12 કરોડ), સુનીલ નારાયણ (12 કરોડ), આન્દ્રે રસેલ (12 કરોડ), હર્ષિત રાણા (4 કરોડ), રમનદીપ સિંહ (4 કરોડ )
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 51 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 0
દિલ્હી કેપિટલ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – અક્ષર પટેલ (16.50 કરોડ), કુલદીપ યાદવ (13.25 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ), અભિષેક પોરેલ (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 73 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 2
ગુજરાત ટાઈટન્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ – રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાંઈ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવતિયા (4 કરોડ), શાહરૂખ ખાન (રૂ. 4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ – 69 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1