સ્ટાર ક્રિકેટર ઋષભ પંત IPLના ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)એ તેને રૂ. 27 કરોડમાં ખરીદ્યો, જે અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. આ સાથે પંતે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે નવો રેકોર્ડ બનાવ્યો છે.
રિષભ પંતને મળ્યા 27 કરોડ
અગાઉનો રેકોર્ડ શ્રેયસ અય્યરના નામે હતો, જેને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ થોડા સમય બાદ રિષભ પંત શ્રેયસ અય્યરનો આ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો. રિષભ પંતના રેકોર્ડ તોડવાના સમાચારે સોશિયલ મીડિયા પર જોરદાર ધૂમ મચાવી છે. પંતે પોતાની શાનદાર બેટિંગ અને વિકેટકીપિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
માત્ર 18 કરોડ 90 લાખ રૂપિયા મળશે
રિષભ પંતને લખનૌ ફ્રેન્ચાઈઝીએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ તેને એક સિઝનમાં આખી રકમ નહીં મળે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારત સરકાર ટેક્સ તરીકે 8.1 કરોડ રૂપિયા એકત્રિત કરશે. આવી સ્થિતિમાં રિષભ પંતને IPL ટીમ તરફથી માત્ર 18.9 કરોડ રૂપિયા પગાર મળવાનો છે. રિષભ પંત IPL 2025માં લખનૌમાં ટ્રોફી લાવી શકે છે.
શાનદાર છે IPL કરિયર
રિષભ પંતનું આઈપીએલ કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તેને 2016માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) સાથે તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. પંતે 2016માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) તરફથી IPLમાં પ્રવેશ કર્યો હતો. તેને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને યુવા બેટ્સમેન તરીકે તેની કુશળતા સાબિત કરી. આ સમયગાળા દરમિયાન પંતે ઘણી મેચોમાં મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે. 2018 માં તેને IPLમાં તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ રમી હતી, જેમાં તેને 63 બોલમાં 128 રન બનાવ્યા હતા.