મુંબઈ : વિતેલા સપ્તાહમાં દેશમાં સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાઈમરી માર્કેટમાં પણ જોરદાર આકર્ષણ જોવા મળ્યું હતું. વિતેલા સપ્તાહમાં આવેલા એકંદર રૂપિયા ૧૧૬૧૫ કરોડ ઊભા કરવા આવેલા ત્રણ જાહેર ભરણાંમાં રોકાણકારોએ કુલ રૂપિયા ૨૨૨૪૩૬ (અંદાજે રૂપિયા ૨.૨૦ ટ્રિલિયન) કરોડ ઠાલવ્યા હતા.
બીજી બાજુ સેકન્ડરી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલી ઓકટોબર-નવેમ્બરની સરખામણીએ ધીમી પડી રહી હોવાનું જોવા મળે છે. વિતેલા સપ્તાહમાં એફઆઈઆઈ ઈક્વિટી કેશમાં નેટ રૂપિયા ૨૨૫ કરોડની વેચવાલી કરી હતી જે તાજેતરના સમયની દ્રષ્ટિએ ઓછી હોવાનું માનવામાં આવે છે.