– ઓસન મિનરલ એક્સપ્લોરર નામના વાહને દરિયાના પેટાળમાં ડૂબકી મારી
– આ હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડમાં સોનું-ચાંદી અને તાંબા જેવી મૂલ્યવાન ધાતુઓ ધરબાયેલી હોઇ શકે છે
નવી દિલ્હી : નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓસન ટેકનોલોજી-એનઆઇઓટીે-અને નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓસન રિચર્સના વિજ્ઞાનીઓની ટીમે દરિયાના પેટાળમાં ૪૫૦૦ મીટર ઉંડે સફળ સંશોધન કરી હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડની શોધ કરી તેનું હાઇ રેઝોલ્યુશન ઇમેજિંગ કર્યું છે. આ ફિલ્ડ દક્ષિણ ભારતીય સમુદ્રમાં સેન્ટ્રલ અને સાઉથવેસ્ટ ઇન્ડિયન ગિરિમાળામાં આવેલું છે.
આ ચોક્કસ સ્થળે હાથ ધરવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ સંશોધન સાગરનિધિ નામના જહાજ દ્વારા ડિસેમ્બર ૨૦૨૪માં કરવામાં આવ્યું છે.