Indian Researchers Found Alien Planet: ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા ખૂબ જ મોટી શોધ કરવામાં આવી છે. તેમણે સોલર સિસ્ટમની બહાર એક ખૂબ જ મોટો એલિયન પ્લેનેટ શોધી કાઢ્યો છે. તેને TOI-6038A b નામ આપવામાં આવ્યું છે. આ પ્લેનેટ એટલો મોટો છે કે એમાં 263 જેટલી પૃથ્વી સમાઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વિજ્ઞાનીઓ દ્વારા માઉન્ટ આબુમાં આવેલી ઓબઝર્વેટરીના ટેલિસ્કોપ દ્વારા આ શોધ કરી છે.