વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમને કરેલી વિદેશ યાત્રાઓની કેટલીક ખાસ તસવીરોનો વીડિયો બનાવીને શેર કર્યો છે. આ તસવીરો શેર કરતા વડાપ્રધાન મોદીએ મેસેજ પણ લખ્યો છે.
સમગ્ર વિશ્વમાં ભારતીયતા જોવા મળે છે: વડાપ્રધાન મોદી
મેસેજમાં વડાપ્રધાને લખ્યું કે ‘હું જ્યાં પણ જાઉં છું ત્યાં મારા દેશના ઈતિહાસ અને સંસ્કૃતિ માટે ખૂબ જ ઉત્સાહ જોઉં છું. આ ઉત્સાહ જોવો ખૂબ જ આનંદદાયક છે’. વડાપ્રધાન મોદીએ વધુમાં લખ્યું છે કે વિદેશ પ્રવાસો દરમિયાન જોવા મળેલી ભારતીય પરંપરા અને સંસ્કૃતિના રંગો કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવા છે. આવો નજારો જોવો ખૂબ જ ગર્વની વાત છે. સમગ્ર વિશ્વમાં ભારતીયતા જોવા મળે છે.
વીડિયોમાં લોકો ઓસ્ટ્રિયામાં વંદે માતરમ ગાતા તો મોસ્કોમાં ગરબા કરતા જોવા મળ્યા
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના વિદેશ પ્રવાસો પર શેર કરેલા વીડિયોમાં તેમની તાજેતરની વિદેશ યાત્રાઓ દરમિયાન તેમને આવકારવા માટે આપવામાં આવેલા પ્રદર્શનનો કોલાજ બનાવવામાં આવ્યો છે. આ કોલાજમાં લોકો ઉત્સાહપૂર્વક ઓસ્ટ્રિયામાં વંદે માતરમ ગાતા, પોલેન્ડ અને મોસ્કોમાં ગરબા કરતા, કાઝાન (રશિયા)માં ધોલીડા નૃત્ય, ભૂતાનમાં દાંડિયા રાસ, સિંગાપોરમાં ભરતનાટ્યમ, લાઓસ અને બ્રાઝિલમાં રામાયણ અને આવા અન્ય ઘણા કાર્યક્રમો બતાવવામાં આવ્યા છે, જેનો ભારત સાથે સંબંધ છે.
ભારતીય સંસ્કૃતિ પ્રત્યે દર્શાવ્યો પ્રેમ
વડાપ્રધાન મોદીએ લખ્યું કે ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે વૈશ્વિક ઉત્સાહ આપણા બધા માટે એક ગર્વની વાત છે. તેમણે લખ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં હું દુનિયાના કોઈપણ ખૂણામાં ગયો છું, ત્યાં લોકોનો તેમના દેશની સંસ્કૃતિ પ્રત્યેનો અપાર પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો છે. વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા ભૂટાનના કલાકારોનું લોકગીત પણ સામેલ છે.