ચેપોકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને વધુ 357 રનની જરૂર છે, જ્યારે ભારતને જીતવા માટે 6 વિકેટની જરૂર છે. ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે ત્રીજા દિવસની રમતના અંતે ચાર વિકેટે 158 રન બનાવી લીધા હતા. ટીમ રવિવારે એટલે કે ટેસ્ટના ચોથા દિવસે આગળ રમશે. મેચનો નિર્ણય પણ આજે થઈ શકે છે. પિચ સ્પિનરોને મદદ કરી રહી છે અને અશ્વિન-જાડેજા તેનો ફાયદો ઉઠાવી શકે છે.