– ભગવાન શંકરનાં ધનુષ પિનાક ઉપરથી નામ અપાયું તેવાં
– આ સીસ્ટીમ અમેરિકાની HIMARS રૉકેટ સીસ્ટીમ બરોબર છે પ્રબળ અને સક્ષમ છે : આની પહેલી આવૃત્તિ કારગીલ યુદ્ધમાં વાપરવામાં આવી હતી
નવીદિલ્હી : દિવસે દિવસે તંગ થઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિને લક્ષમાં લઈ ભારતે તેનાં સંરક્ષણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતે એડવાન્સ્ડ ગાઈડેડ વેપન સીસ્ટીમ પિનાકની છેલ્લાંમાં છેલ્લી આવૃત્તિનું ગઈકાલે સફળ પરીક્ષણ કર્યું હતું.
ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ની શાખા આર્મામેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્વિશમેન (એ.