નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વૈશ્વિક આંચકાની અસરનો સામનો કરવા માટે તેની નીતિઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટ્રેડ વોરનો ભય વધી ગયો છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસદાસે સંરક્ષણવાદ અને કસ્ટમ ડયુટીને સૌથી મોટા પડકારો ગણાવ્યા હતા. જો કે ભારત બાહ્ય સ્ત્રોતોમાંથી કોઈપણ પ્રતિકૂળ અસરનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તેમ તેમણે ઉમેર્યું હતું.