15 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
15 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતરોહિત શર્માને ચાલુ મેચમાં આવ્યો ગુસ્સો, સરફરાઝ ખાનને માર્યો મુક્કો!, જુઓ Video

રોહિત શર્માને ચાલુ મેચમાં આવ્યો ગુસ્સો, સરફરાઝ ખાનને માર્યો મુક્કો!, જુઓ Video


ભારત અને ઓસ્ટ્રેલિયા PM XI વચ્ચે 2 દિવસીય ટેસ્ટ મેચ રમાઈ હતી. મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, તેથી બીજા દિવસે મેચ 46 ઓવરની રમાઈ હતી. આ મેચમાં ભારતે પ્રથમ ફિલ્ડિંગ કર્યું હતું. જોકે, ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને સરફરાઝ ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રોહિત શર્મા સરફરાઝને મુક્કો મારતો જોવા મળ્યો હતો.

સરફરાઝ ખાને કરી વિકેટ કીપિંગ

સરફરાઝ ખાને આ મેચમાં રિષભ પંત અને ધ્રુવ જુરેલની જગ્યાએ વિકેટ કીપિંગ કરી હતી. સરફરાઝ ખાન પ્રથમ દાવની 23મી ઓવર દરમિયાન બોલ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. જે બાદ રોહિત શર્માએ મજાકિયા અંદાજમાં સરફરાઝ ખાનને મુક્કો માર્યો હતો. બોલ બાઉન્સ થતાં સરફરાઝ તેને પકડી શક્યો નહોતો.

ભારત વિ વડાપ્રધાન XI મેચની સ્થિતિ

પ્રથમ દિવસે વરસાદના કારણે આ પ્રેક્ટિસ મેચ રદ કરવામાં આવી હતી અને બીજા દિવસે 50-50 ઓવરની રમત રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ ગુલાબી બોલની પ્રેક્ટિસ મેચમાં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનને શાનદાર શરૂઆત અપાવી હતી. મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. હર્ષિત રાણાએ 44 રનમાં 4 વિકેટ લીધી હતી. જો કે, સેમ કોન્સ્ટાસ અને હેન્નો જેકોબ્સે વધુ વિકેટ પડવા ન દીધી અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનને 200 રનથી આગળ લઈ ગયા. પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનએ 43.2 ઓવરમાં ઓલ આઉટ થઈને 240 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે જીતી મેચ

જવાબમાં ભારતીય ટીમે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન દ્વારા આપવામાં આવેલ લક્ષ્ય માત્ર 46 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર શરૂઆત અપાવી હતી. શુભમન ગિલે અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ 3 રન બનાવીને આઉટ થયો હતો. નીતીશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે 42-42 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા અને પ્રેક્ટિસ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય