35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતIND vs NZ: ન્યુઝીલેન્ડ ઓલઆઉટ, રચિન રવિન્દ્રની સદીની મદદથી બનાવી 350+ની લીડ

IND vs NZ: ન્યુઝીલેન્ડ ઓલઆઉટ, રચિન રવિન્દ્રની સદીની મદદથી બનાવી 350+ની લીડ


બેંગલુરુ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. ભારતનો પ્રથમ દાવ માત્ર 46 રનમાં સમેટાઈ ગયો હતો, તેથી પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડની કુલ લીડ 356 રન થઈ ગઈ હતી. કોઈપણ ટીમનો સૌથી મોટો હીરો રચિન રવિન્દ્ર હતો, જેણે 134 રન બનાવીને પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તેના સિવાય ટિમ સાઉદી અને ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારીને મુલાકાતી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

માત્ર 46 રનમાં ઓલઆઉટ થયું ભારત

બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો, જેના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. બીજા દિવસે ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ભારતીય ટીમ પર ભારે પડ્યો હતો અને સમગ્ર ભારતીય ટીમ 46 રનમાં સમેટાઈ ગઈ હતી અને બીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે 3 વિકેટનું નુકશાને 180 રન બનાવી લીધા હતા.

ત્રીજા દિવસે રચિન રવિન્દ્રનો જલવો

કિવી ટીમે ત્રીજા દિવસે 180/3થી શરૂઆત કરી હતી. દિવસની રમત શરૂ થયાની થોડી ઓવર પછી મોહમ્મદ સિરાજે ડેરીલ મિશેલને આઉટ કર્યો હતો. તે પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી, જેના કારણે ન્યૂઝીલેન્ડનો સ્કોર 7 વિકેટે 233 રન થઈ ગયો. રચિન રવિન્દ્રએ 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને ટિમ સાઉદી સાથે 137 રનની શાનદાર ભાગીદારી કરી હતી. રવિન્દ્ર અને સાઉદીએ મળીને ટીમનો સ્કોર 350 રનની પાર પહોંચાડ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય