ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ એડિલેડમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને આ મેચમાં હારનો ખતરો છે. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ બીજી ઈનિંગમાં પણ ભારતીય બેટિંગ ખોરવાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 73 રનમાં પોતાની ત્રણ મોટી વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગમાં પ્રશંસકોને વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ કોહલીએ ફરી જૂની ભૂલ કરીને ફેન્સ અને ટીમને નિરાશ કર્યા. જે બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ કોહલી પર આરોપ લગાવવા લાગ્યા.
બોલ બહાર જતા ફરી વિકેટ ગુમાવી
વિરાટ કોહલી પ્રથમ દાવમાં માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય બીજી ઈનિંગમાં પણ કોહલી ખાસ કંઈ કરી શક્યો નહોતો અને 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પહેલી ઈનિંગમાં પણ કોહલી આઉટ થતા બોલ પર કેચ પકડાયો હતો અને બીજી ઈનિંગમાં પણ આ જ કહાની જોવા મળી હતી. કોહલી વારંવાર એક જ ભૂલ કરતો જોવા મળે છે. જે બાદ હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ કોહલીની ક્લાસ લગાવી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે માર્નસ 5મા અને 6ઠ્ઠા સ્ટમ્પ પર સતત બોલિંગ કરી રહ્યો છે. જો બોલ સ્વિંગ થઈ રહ્યો હોય, તો તેણે તે બોલ છોડી દેવો જોઈએ.
અન્ય યુઝરે લખ્યું કે, આ કોઈ નવું કામ નથી.. 1 સદી ફટકારો અને તમને આગામી 10 ટેસ્ટ મેચ સુધી તક મળશે.
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધતું જોવા મળી રહ્યું છે. ફરી એકવાર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા. ટીમ ઈન્ડિયાએ માત્ર 86 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી બાદ શુભમન ગિલ પણ આઉટ થયો હતો.