32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો

Bhavnagar જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો


ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં ધીમીગતીએ વધારો થઈ રહ્યો છે. જેમાં શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ રહેતા ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 27 ફૂટ 10 ઇંચે પહોંચી છે. શેત્રુંજી ડેમમાં હાલમા 1112 ક્યુસેક પાણીની આવક શરૂ છે. તેમજ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.

ભાવનગરના મહુવાનો રોજકી ડેમ ઓવરફ્લો થયો

ભાવનગરના મહુવાનો રોજકી ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં ડેમમાંથી 182 ક્યૂસેક પાણીની આવક થઇ છે. 182 ક્યૂકેસ આવક સામે 182 ક્યૂસેક જાવક થઇ છે. તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જેમાં ગોરસ, જાદરા, નાના કુંભણ ગામ એલર્ટ પર છે .જેમાં લખુપુરા, મહુવા ગામોને એલર્ટ કરાયા છે. તેમજ સાંગણિયા, તાવેડા, ઉમણીયાવદર ગામ એલર્ટ પર થતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ભાવનગર જિલ્લાનો પ્રથમ ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો તથા નિચાણ ધરાવતા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે.

રોજકી ડેમમાંથી 182 ક્યુસેક પાણીની આવન જાવન શરૂ

મહુવાનો રોજકી ડેમ પ્રથમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના 11 જળાશયોમાંથી મહુવા તાલુકાનો રોજકી ડેમ સૌ પ્રથમ છલકાયો છે. રોજકી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં ગોરસ, જાદરા, નાના કુંભણ, લખુપુરા, મહુવા, સાંગણીયા, તાવેડા, ઉમણીયાવદરને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ રોજકી ડેમમાંથી 182 ક્યુસેક પાણીની આવન જાવન શરૂ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય