– પુષ્યનક્ષત્રને નક્ષત્રના રાજા માનવામાં આવે છે
– શ્રધ્ધાળુઓ દ્વારા જપ, તપ, દાન, પુણ્ય સહિતના ધર્મકાર્યો અને જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ જોવા મળશે
ભાવનગર : દિવાળી બાદ શરૂ થયેલાં નૂતન વર્ષમાં આવતીકાલ કારતક વદ છઠ્ઠ તા.૨૧એ પ્રથમ ગુરૂ પુષ્યામૃત યોગ સર્જાયો છે. ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયા મુજબ આ અનન્ય મહિમાવંતા મહાપર્વે કરેલા પૂજા પાઠ, જપ, તપ,અને દાન-પુણ્ય વગેરે શુભકાર્યો અગણિત શુભફળ પ્રદાન કરનાર હોય ગોહિલવાડમાં આવતીકાલે ચોતરફ ધર્મકાર્યો અને જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ જામશે.આ સાથે લગ્નસરાની સિઝનને લઈને પણ સોના,ચાંદી,નવા વાહન અને સુખ સમૃધ્ધિના સાધનોની ધૂમ ખરીદી થશે અને માંગલિક કાર્યો પણ અધિક પ્રમાણમાં થશે.