સુરતમાં મોટા વરાછામાં લુખ્ખાતત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં પાર્કિંગ બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.4 શખ્સોએ ચપ્પા-લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો છે જેમાં યુવકે ઉત્રાણ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે,ઈંડાની લારી ચલાવતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને પાર્કિંગ જેવી સામાન્ય બાબાતમાં આ હુમલો કરવામાં આવ્યો છે,હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ છે.
આસામાજિક તત્વોનો આતંક
મોટા વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે,જેમાં પાર્કિંગ કરવા બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.ઈંડાની લારી ચલાવતા યુવક પર ચાર જેટલા ઈસમોએ લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે,ભોગ બનનાર યુવકે ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે,બીજી તરફ આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા છે,ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીઓને કયારે ઝડપી પાડે છે અને કાયદાનો પાઠ ભણાવે છે કે નહી તે જોવાનું રહ્યું.
કેમ થઈ બબાલ
સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો માહિતી મળી રહી છે કે,યુવક ઈંડાની લારી ચલાવી રહ્યો છે અને તેની લારી આગળ આરોપીઓએ પાર્કિગ કર્યુ હતુ જેને લઈ લારી ચલાવતા યુવકે કહ્યું કે તમારૂ વાહન થોડું દૂર ઉભુ રાખો ત્યારે ઉશ્કેલાઈને આરોપીઓ હુમલો કરીને ફરિયાદીના મોઢા પર ઈજા પહોંચાડી હતી અને જેને લઈ યુવકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી કબજે કર્યા છે અને વધુ તપાસ હાથધરી છે.
હત્યાના આરોપીઓ ઝડપાયા
સુરતના કતારગામમાં ગત રોજ 17 નવેમ્બરે બપોરે સવા બે વાગ્યાના અરસામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.પારસ નગર-2માં ત્રણ માળના મકાનના ભોંયતળિયે લોબીમાં એક યુવકની ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. ઘટનાને પગલે ચોક બજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી. મૃતક સુજલ અશોક વાટકીયા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો.પોલીસે CCTV ચેક કરતાં તેની ઉપર હુમલો કરતા ત્રણ શખ્સો દેખાઈ આવ્યા હતા.