સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.રહેણાક મકાનમાં સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી જેમાં 7 લોકો દાઝયા છે અને બે લોકોની હાલત અત્યંત ગંભીર જણાઈ આવે છે.તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે ઘરમાં ગેસની બોટલ લીકેજ થતા આગ લાગી હોવાની માહિતી સામે આવી છે જેમાં ઘરમાં ગેસનો બોટલ લીકેજ થયો હતો અને તેમાંથી આગ પ્રસરી ગઈ હતી તો મહત્વની વાત તો એ છે કે આખા રૂમમાં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એક રૂમમાં સાત લોકો રહેતા હતા અને તમામ લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે.
ફાયર વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને આગને કાબુમાં લીધી હતી,ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,તો મહત્વનું છે કે હજી સુધી કોઈના મોત થયા નથી અને દર્દીઓ જલદીથી સ્વસ્થય થઈ જાય તેવી આશા સૌ કોઈ રાખીને બેઠા છે,પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે.આ નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
મોટો બ્લાસ્ટ થતા રહી ગયો
સુરતમાં કતારગામ વિસ્તારમાં એક ઘરમાં ગેસનો બોટલ લીકેજ થતા આગની ઘટના બની હતી જેમાં એક સાથે સાત લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે,આસપાસના લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી આપ્યા છે,ગેસનો બોટલ અચાનક કઈ રીતે લીકેજ થયો અને કઈ રીતે આગ લાગી તેની માહિતી સામે આવી નથી,પરંતુ ફાયર વિભાગ દ્રારા હાલમાં આગને કાબુમાં લઈ લીધી છે અને ફલેટના લોકોને નીચે ઉતારી સહી સલામત જગ્યા પર ખસેડાયા છે.