20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતપાલિતાણામાં પગાર મુદ્દે સફાઈ કામદારોની હડતાલ યથાવત | In Palitana the strike...

પાલિતાણામાં પગાર મુદ્દે સફાઈ કામદારોની હડતાલ યથાવત | In Palitana the strike of cleaners continues over the salary issue



– દિવાળી બાદ હવે પગારની તારીખ પણ વિતી છતાં ફદિયું પણ નથી ચૂકવાયું

– પગારનો પ્રશ્ન હલ નહીં થાય તો નગરપાલિકા કમ્પાઉન્ડમાં છાવણી નાંખી ઉપવાસ આંદોલન અને ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજવાની ચિમકી

પાલિતાણા : પાલિતાણા નગરપાલિકાના સફાઈ કામદારો પગારના પ્રશ્ને હડતાલ પર ઉતર્યા છે. તેમ છતાં તેમનું વ્યાજબી પ્રશ્ન હજુ ઉકેલાયો ન હોય, આગામી દિવસોમાં આંદોલનને આગળ ધપાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

પાલિતાણા નગરપાલિકાના સફાઈ કામદારોને એડવાન્સ પગાર ચૂંકવવામાં ન આવતા તેમની દિવાળી તો બગડી જ હતી. પરંતુ પગારની તારખી પણ હવે વિતી ગઈ હોવા છતાં પગારનું એક ફદિયું પણ આપવામાં આવ્યું નથી. જેના કારણે સફાઈ કામદારોનું હડતાલ હજુ યથાવત રહી છે. હવે જો પગારનો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી દિવસોમાં નગરપાલિકા કમ્પાઉન્ડમાં છાવણી નાંખી ઉપવાસ આંદોલન છેડવા તેમજ ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનિય છેે કે, સફાઈના અભાવે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, સફાઈ કામદારોની માંગણી પણ વ્યાજબી હોવા છતાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ કે રાજકીય નેતાઓ ઉપેક્ષા કરી રહ્યા હોય, કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય