મહેસાણા જિલ્લામા મહત્તમ તાપમાનમા એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.જયારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.તો બીજી તરફ્ પવનની તીવ્રતા પણ વધવાથી અસહ્ય ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
જેને લઇ રવિવારે સવારથી જિલ્લાવાસીઓએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.પખવાડિયાથી પડી રહેલી ઠંડી પગલે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે.તેને લઇ આગામી દિવસોમાં દરમિયાન પણ જિલ્લાવાસીઓએ સામાન્ય ઠંડી વેઠવી પડી શકે છે.મહેસાણા જિલ્લામા પાછલા કેટલાક દિવસોમા ઠંડીમા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.ત્યારે ઉત્તર ભારતમા થયેલી હિમવર્ષાની અસર રૂપે રાજસ્થાન અને ગુજરાત રાજ્ય બે દિવસથી કાતિલ ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે.તો રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ અસહ્ય ઠંડી પડી રહી છે.તો દિવસેને દિવસે તેમા વધારો થઈ રહ્યો છે.ઠંડી વધવાથી રવિ વાવેતર માટે વાતાવરણ અનુકૂળ હોવાથી ખેડૂતો વાવેતરમાં લાગ્યા છે. તો તેને લઇ વાવેતરમા પણ વધારો નોંધાઈ શકે છે.તો રહેણાંક વિસ્તારોમા પણ પવનના કારણે કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે.જેથી લોકો વહેલી સવારે અને મોડી સાંજથી ઘરમા પુરાવા મજબૂર બન્યા હતા. આ કાતિલ ઠંડીથી બચવા લોકો તાપણા કરતા જોવા મળી રહ્યા છે, તો ઠંડી પગલે ગરમ વસ્ત્ર્ર બજારમાં પણ લોકોની ભીડ ઉમટી રહી છે. મહેસાણામાં પાછલા 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમા એક ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.તો લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી પર સ્થિર રહ્યું હતુ. સવારથી વાતાવરણ ઠંડુગાર રહેતા બપોરના સમયે પણ ઠંડક અનુભવાઈ હતી. જોકે રાત્રિના સમયે તાપમાન ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ જિલ્લાવાસીઓને થયો હતો.
48 કલાક દરમિયાન તાપમાનમા કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો.જેને લઈ રવિવારે મહેસાણાનુ મહત્તમ તાપમાન 30 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમા 2 થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે, તો તે તાપમાન 4 દિવસ સુધી જળવાઈ રહેવાની શક્યતા સેવાઈ છે. જેને લઈ જિલ્લાવાસીઓ આ દિવસો દરમિયાન ફૂલગુલાબી ઠંડી અનુભવી શકે છે.